Team Chabuk-sports Desk: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું હતુ. આ સાથે જ ભારતે 3 મેચની સિરીઝમાં 2-1થી જીતી લીધી હતી. ભારતે 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટ કોહલીએ 63 રનની ઇનિંગ રમી હતી.
સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 36 બોલમાં 69 રન ફટકાર્યા હતા. અને વિરાટ કોહલીએ 48 બોલમાં 63 રન માર્યા હતા. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ડેનિયલ સેમ્સે 2 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સને 1-1 વિકેટ મળી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત