Homeગુર્જર નગરી2 પેટી દારુમાં કેસ નહી કરવાના પોલીસકર્મીએ 2.25 લાખ માંગ્યા, ફરિયાદીએ ACBનો...

2 પેટી દારુમાં કેસ નહી કરવાના પોલીસકર્મીએ 2.25 લાખ માંગ્યા, ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો,જાણો પછી શું થયું ?

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તેમ કહી શકાય. દારૂબંધીનું પાલન કરાવનારી પોલીસ જ દારૂ પકડીને કેસ નહીં કરવા માટે તગડા રુપિયા લેતી હોવાનું એસીબીની ટ્રેપમાં સામે આવ્યું છે. અમદાવાદમાં રિક્ષામાં બે પેટી દારૂ લઈ જતાં વ્યક્તિને પકડીને એક પોલીસ કોન્સ્ટેબલે કેસ નહીં કરવાના 2.25 લાખ માંગ્યા હતાં. જેને લઈને ફરિયાદીએ ACBનો સંપર્ક કરી છટકુ ગોઠવી પોલીસકર્મી અને તેના ખાનગી વહિવટદારને 1 લાખની લાંચ લેતા પકડી પાડ્યો હતો.

અમદાવાદમાં ફરિયાદીએ શાહીબાગ ખાતેથી તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા. આ પાર્સલમાં બે પેટી દારૂ હતો. જેથી ફરિયાદીના કાકા શાહીબાગથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા. આ સમયે શાસ્ત્રીનગર પાસે પોલીસે રીક્ષાને રોકીને ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે મુકી દીધી હતી. આ રિક્ષામાં બે પેટી દારૂ મળી આવ્યો હતો. દારૂ પકડીને કેસ નહિ કરવા માટે નારણપુરા પોલીસ સ્ટેશનના પો. કોન્સ્ટેબલ પ્રકાશ અમૃતભાઇ રબારીએ 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. બાદ 2.25 લાખ નક્કી કર્યા હતા. ફરીયાદીને પૈસા ન આપવા હોવાથી ACBને જાણ કરી હતી. ACBએ છટકું ગોઠવ્યું.

ફરિયાદી 1 લાખ રૂપિયા લઈને પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રબારીને આપવા ગયા હતા જે પૈસા પ્રકાશ રબારીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કૉમ્પ્લેક્ષમાં આવેલા એપેક્ષ પાન પાર્લરના માલિક ભરત પટેલને આપવા જણાવ્યું હતું. જેથી ફરિયાદીએ ભરત પટેલને 1 લાખ રૂપિયા આપ્યા હતા. ACBએ પાન પાર્લરના ડ્રોવરમાંથી 1 લાખ રિકવર કર્યા હતા. ACBએ ગુનો નોધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments