Homeગુર્જર નગરી20 લાખ લૂંટ કરી તસ્કરો ભાગ્યા, યુવકે હિંમત બતાવી પીછો કર્યો, લૂંટારા...

20 લાખ લૂંટ કરી તસ્કરો ભાગ્યા, યુવકે હિંમત બતાવી પીછો કર્યો, લૂંટારા બેગ ફેંકી ફરાર, પોલીસે યુવકનું સન્માન કર્યું

Team Chabuk-Gujarat Desk: સુરતના બારડોલીમાં લૂંટ કરી ભાગી રહેલા લૂંટારાનો પીછો કરી લૂંટ થતી અટકાવનાર બારડોલીના એક યુવકનું સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. બારડોલી પોલીસ સ્ટેશન પાસેથી કારનો કાચ તોડીને 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થનાર બે આરોપીઓને આદિલે મોપેડ પર દોઢથી બે કિલોમીટર સુધી પીછો કર્યા બાદ લૂંટારૂઓને રૂપિયા ભરેલી બેગ ફેંકવા મજબૂર કર્યા હતા. આ સાહસ બતાવનાર આદિલનું પ્રશંસા પત્ર અને રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું છે.

બારડોલી પોલીસ સ્ટેશન નજીક બે દિવસ અગાઉ સાંજના સમયે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની કારમાંથી રૂ.20 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. રોડની સાઈડ ઊભેલી રાજેન્દ્ર સોલંકીની કારમાંથી રૂ.20 લાખની લૂંટની ઘટના સામે આવી હતી. રોડની સાઈડ ઊભેલી રાજેન્દ્ર સોલંકીની કારમાંથી કાચ તોડીને બે લૂંટારો રૂ.20 લાખ ભરેલી બેગ લઈને ભાગી રહ્યા હતા. તે જોઈને આદિલ મેમણ નામના યુવકે આ બંનેનો પીછો કર્યો હતો. અને પોતાના મોબાઈલમાં વીડિયો પણ બનાવ્યો હતો. પીછો કરતા કરતા આદિલ આ બંને ઈસમોની પાછળ લગભગ દોઢ થી બે કિલોમીટર સુધી ગયો હતો. જ્યારે લૂંટારુઓને લાગ્યું કે તેઓ પકડાઈ જશે એટલે તેઓ રૂપિયા ભરેલી બેગ નાખીને ફરાર થઈ ગયા હતા. આદીલે પોતાની સૂઝબૂઝ દાખવીને આટલી મોટી લૂંટ થતા અટકાવી હતી. જેને કારણે સુરત રેન્જ આઇ.જીની સૂચના હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આજરોજ આદિલનું સન્માન કરવામાં આવ્યું હતું.

બારડોલીના રહેવાસી આદિલ મેમણ દ્વારા લૂંટારૂઓનો ન માત્ર પીછો કરવામાં આવ્યો પરંતુ પીછો કરવાની સાથે તેણે મોબાઈલમાં તેઓનો વીડિયો પણ બનાવ્યો હતો. જેને લઇ તે પોલીસને ખૂબ જ મદદરૂપ થયો છે. આદિલ મેમણની આ પ્રકારની બહાદુરી બતાવવા બદલ સરકારે જે પરિપત્ર બહાર પાડ્યો છે. તે અંતર્ગત ગ્રામ્ય પોલીસ દ્વારા આદિલને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરાયો હતો.સાથે પાંચ હજાર રૂપિયાનો ચેક પણ પુરસ્કાર રૂપે આપી બહાદુરીનું ઇનામ આપવામાં આવ્યું હતું.આદિલની વીડિયોગ્રાફીથી આજે પોલીસને આરોપીઓની ઓળખ કરવામાં સફળતા મળી છે. જેને લઇ આ કેસમાં વિવિધ ટીમો દ્વારા લૂંટમાં સંડોવાયેલ ઇસમોની ઓળખ પણ કરી લીધી છે. તેમને પકડવા પોલીસની ટીમો અમદાવાદ ખાતે રવાના પણ થઈ ગઈ છે.

આદિલ મેમણની બહાદુરીને અને સમય સૂચકતાને કારણે ખૂબ જ મોટી લૂંટની ઘટનાને લૂંટારૂઓ અંજામ આપી શક્યા ન હતા. જેને લઇ પોલીસે તેનું સન્માન કર્યું. આદિલે સન્માનને લઈ જણાવ્યું હતું કે મને આજે પોતાની જાત પર ખુબ જ પ્રાઉડ ફીલ થાય છે કે મેં આટલું મોટું કામ કરી બતાવ્યું છે. પોલીસે જે રીતે મારું સન્માન કર્યું છે ,તેને લઈ હું પોલીસનો આભાર માનું છું. પોલીસની ટીમો બહુ ઝડપથી કામ કર્યું છે. બંને જણા આઇડેન્ટિફાઈ પણ થઈ ગયા છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે ગાડીમાંથી લૂંટ કરીને ભાગી રહેલા બંને ઈસમોનો મે બે કિલોમીટર જેટલો પીછો કર્યો હતો ત્યારે અડધે રસ્તે ડર પણ લાગ્યો હતો. અડધે રસ્તે પહોંચ્યો પછી મને લાગ્યું કે તેમની પાસે હથિયાર હોઈ શકે છે.મારી ઉપર હુમલો કરી શકે છે. એટલે જ્યારે તેઓએ બેગ ફેંકી તરત હું બેગ લઈને પોલીસ સ્ટેશન ભાગ્યો હતો. કદાચ મને એવું લાગ્યું કે તેઓ મારા પાછળ આવી શકે અને મારા પર હુમલો પણ કરી શકે છે.

આદિલે વધુમાં જણાવ્યું હતું કે લૂંટ કરીને ભાગી રહેલા ઈસમોનો પીછો કરી રહ્યો હતો,ત્યારે તેઓ ગેરવાળી બાઇક પર હતા અને હું મોપેડ ઉપર હતો. જેથી મને લાગ્યું કે હું તેમને પકડી શકીશ નહીં તો એટલીસ્ટ હું પોલીસને મદદરૂપ થઈ શકું એટલા માટે મોબાઈલમાં વીડિયો ઉતારી લવ. જેથી હું તે પોલીસને આપી શકું. જેથી વિડીયો મારફતે તેઓની ઓળખ કરી શકે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments