Homeગુર્જર નગરીદર્દનાક ઘટના: સુરેન્દ્રનગરના સાયલાના નવાગામ નજીક છોટા હાથીમાં વિસ્ફોટ, પિતા-પુત્ર વાહનમાં...

દર્દનાક ઘટના: સુરેન્દ્રનગરના સાયલાના નવાગામ નજીક છોટા હાથીમાં વિસ્ફોટ, પિતા-પુત્ર વાહનમાં જ ભડથું

Team Chabuk-Guajrat Desk: સુરેન્દ્રનગરના સાયલાના નવાગામ નજીક છોટા હાથીમાં વિસ્ફોટ થયો જેમાં પિતા-પુત્રનું ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે જ મોત થયું. સાયલાના નવાગામ નજીક CNG છોટા હાથીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ જોતજોતામાં જ સમગ્ર વાહન આગની ઝપેટમાં આવી જતાં તેમા સવાર પિતા-પુત્ર બહાર નીકળી શક્યા ન હતા. કમનસીબે બંને લોકો વાહનમાં જ ભડથું થઈ ગયા હતા.

દુર્ઘટનામાં પિતા-પુત્રના ભયાનક મોતના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ગોઝારી ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામ નજીક છોટા હાથી ટેમ્પામાં ગેસનો બાટલો ફાટ્યો હતો. જેમાં વિંછીયા તાલુકાના ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી અને અમિતભાઇ લાલજીભાઇ ખોરાણી સવાર હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, ગણતરીની સેકન્ડમાં જ સમગ્ર ટેમ્પો આગને હવાલે થઈ ગયો હતો અને ટેમ્પામાં સવાર બંને લોકો જીવતા જ સળગી ગયા હતા. પિતા-પુત્રના મોતથી તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને પિતા-પુત્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાવ્યા હતા. તો દુર્ઘટનાના પગલે લોકોના પણ ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments