Homeગુર્જર નગરીગાંધીનગરમાં ગૂંજી વનકર્મીઓની ગૂંજ, ગ્રેડ પે વધારવા માગ, મોટી સંખ્યામાં વનકર્મી જોડાયા,...

ગાંધીનગરમાં ગૂંજી વનકર્મીઓની ગૂંજ, ગ્રેડ પે વધારવા માગ, મોટી સંખ્યામાં વનકર્મી જોડાયા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે હવે વન કર્મચારીઓનું આંદોલન પણ વધુ ઉગ્ર બન્યુ છે. વિવિધ પડતર માગણીઓ મુદ્દે વનકર્મીઓ ગાંધીનગર પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. બીજી તરફ વન વિભાગના કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સત્યાગ્રહ છાવણી ખાતે વન વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકાઠાં થયા અને વિવિધ પોસ્ટર અને બેનરો લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે જ તેમણે વનરક્ષકને 2,800 રૂપિયા અને વનપાલને 4,200 રૂપિયા ગ્રેડ પે આપવામાં આવે તેવી માગ કરી. આ ઉપરાંત રજા, પગાર અને અન્ય ભથ્થા આપવાની પણ કર્મચારીઓએ માગણી કરી છે.

મહત્વનું છે કે, વનરક્ષકો વર્ગ 3ના કર્મચારીઓને 1800 ગ્રેડ પે આપવામાં આવે છે તેમજ વર્ગ 4 ના કાયમી રોજમદારને 1900 ગ્રેડ પે આપવામાં આવે છે. જેને વધારવાની માગ વનકર્મીઓ કરી રહ્યા છે. વનકર્મીઓનું કહેવું છે કે, વનરક્ષકો દિવસ રાત ડ્યુટી પર હોય છે. વાર તહેવારની પણ રજા હોતી નથી કે વેકેશન પણ આપવામાં આવતું નથી જેથી વન રક્ષકોને પણ પોલીસ ખાતાની જેમ રજાના દિવસે નોકરી કરાવવામાં આવે તે સમયગાળાનો રજા પગાર આપવા અંગેની જોગવાઈ કરવી જોઈએ.

છેલ્લા ઘણા સમયથી વનકર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. જો કે, હડતાળ બાદ પણ વનકર્મચારીઓની વાત સાંભળવામાં ન આવતા તેઓએ ગાંધીનગર કૂચ કરી છે. હાલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને તાત્કાલિક તેમના પ્રશ્નોના નિરાકરણની માગણી કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments