Homeદે ઘુમા કે15 જાન્યુઆરીને વિરાટ કોહલી ક્યારેય નહીં ભૂલી શકે, જાણો કેમ

15 જાન્યુઆરીને વિરાટ કોહલી ક્યારેય નહીં ભૂલી શકે, જાણો કેમ

Team Chabuk-Sports Desk: ત્રણ વન ડે મેચની સિરીઝની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવી ઈતિહાસ રચી દીધો છે. આ ઉપરાંત આ મેચમાં કિંગ કોહલીનું પ્રદર્શન યથાવત રહ્યું છે. તેણે આ એક જ મેચમાં સદી ફટકારી કેટલાય રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે.

‘વિરાટ’ રેકોર્ડ
એશિયા કપમાં ચાર શતક, 7 અર્ધશતક અને 5 વાર નોટઆઉટ રહ્યો.
શ્રીલંકા વિરૂદ્ધ કોહલીના કુલ 10 શતક થયા છે. આ પહેલાં સચિન તેંડુલકરના નામે 9 શતક હતા.
વન ડેમાં વિરાટ કોહલીના 46 શતક છે, વિરાટથી આગળ હવે માત્ર સચિન જ છે. સચિનના નામે 49 શતક છે.

શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. તેમણે વન-ડે કરિયરની 46મી ફિફ્ટી ફટકારી હતી.
ટીમ ઈન્ડિયાના કિંગ વિરાટ કોહલીએ વન-ડે કરિયરની 46મી સદી ફટકારી છે. તેણે ત્રીજી વન-ડેમાં આ સદી ફટકારી છે. તો સિરીઝમાં બીજી સદી પૂરી કરી છે. તેઓએ ઈન્ટરનેશન કરિયરની 74મી સદી પૂરી કરી છે.

આ શતક સાથે વિરાટ માટે 15 જાન્યુઆરીનો દિવસ પણ યાદગાર બની ગયો છે. કોહલીએ અલગ અલગ વર્ષમાં 15 જાન્યુઆરીએ જ સદી ફટકારી છે. આજે વિરાટ કોહલીએ 110 બોલમાં 166 રન બનાવ્યા હતા. 50 ઓવરના અંતે ભારતનો સ્કોર 5 વિકેટના નુકશાન સાથે 390 રન થયો હતો. જ્યારે વર્ષ 2017, 2018, 2019માં પણ વિરાટ કોહલીએ 15 જાન્યુઆરીએ જ સદી ફટકારી છે.

સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનથી હરાવી ક્લીન સ્વીપ કર્યું. ટીમ ઈન્ડિયાએ આપેલા 391 રનના ટાર્ગેટ સામે શ્રીલંકન ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનમાં જ આઉટ થઈ ગઈ. શ્રીલંકાની ટીમની કુલ 9 વિકેટ પડી હતી. એક પ્લેયર રિટાયર્ડ હર્ટ થયો હતો, જેના કારણે તે બેટિંગમાં આવી શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી.

શ્રીલંકા તરફથી સૌથી વધુ નુવાનિદુ ફર્નાન્ડોએ 19 રન બનાવ્યા હતા. જ્યારે કસુન રજીથાએ 13 રન અને દાસુન શનાકાએ 11 રન કર્યા હતા. આ સિવાય શ્રીલંકાના કોઈ જ બેટર્સ ડબલ ડીજીટને ક્રોસ કરી શક્યા નહોતા. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments