Homeગુર્જર નગરીBJP નેતાના પુત્રનું નામ વિદેશી દારૂની હેરાફેરીમાં આવતા ખળભળાટ, જાણો વધુ વિગતો

BJP નેતાના પુત્રનું નામ વિદેશી દારૂની હેરાફેરીમાં આવતા ખળભળાટ, જાણો વધુ વિગતો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં દારૂબંધી માત્ર નામની છે ત્યારે દારુને લઈ અનેક સવાલો ઉઠતા રહે છે. દારૂબંધી હોવા છતા દારૂ મળવાના અનેક કિસ્સા રોજ સામે આવતા રહે છે. હવે ફરી આવો જ કિસ્સો સામે આવ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર બોટાદ જિલ્લા ભાજપના મહિલા ઉપપ્રમુખના પુત્ર સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ વિદેશી દારુની હેરાફેરીની પોલીસ ફરીયાદ નોધાઈ છે. બોટાદ જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખના પુત્ર ઋત્વિક મનોજભાઈ રાઠોડનું નામે દારૂની હેરાફેરીમાં સામે આવ્યું છે.

ગઢડાના બાબરપરા વિસ્તારમાંથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બાબરપરામાં રેડ કરતા કાર મુકીને ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી ૧૫૬ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે કારનો કબ્જો લઈને ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનોનોધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments