Homeગુર્જર નગરીરાજકોટ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં વરસાદ, મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન

રાજકોટ, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં વરસાદ, મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં 2-3 દિવસથી વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થયું છે. તલ, મગ, મકાઈ, મગફળી, બાજરી, કપાસ સહિતના ખરીફ પાકોને નુકસાન થયું છે.માત્ર તૈયાર થવાને આરે આવેલા પાકો જ નહી નવરાત્રીમાં વાઢીને ખળામાં પાથરેલ પાકો પણ પલળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

અમરેલીના સાવરકુંડલામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં સવારથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોને કપાસ અને મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહેવાનો વારો આવ્યો છે. વરસાદ પડતા તૈયાર થયેલા પાકોમાં જીવાત પડી, ખેડૂતોની સરકાર પાસે મદદની માગ કરી છે.

છુટોછવાયો વરસાદ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસ્યો છે. અમરેલી શહેરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદને લઈને ખેડૂતો ચિંતિત છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ પડતા વરસાદને કારણે ઘણા પાક નિષ્ફળ ગયા છે. જેને લઈને ખેડૂતોને મોટુ નુકશાન ગયું છે. મગફળીમાં ખૂબ જ નુકશાન થયું છે. પાથરા પર કમોસમી વરસાદ પડી રહ્યો હોવાથી ખેડૂતો ચિંતામાં છે.

ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ખળામાં સૂકવવા મુકેલા પાકને બચાવવા ખેડૂતોને તાડપતરીઓ શોધવામાટે દોડધામ કરવી પડી. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઉભો થયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments