Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં પોલીસના જવાનો જ જુગાર રમતા ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સાબરમતી ડી કેબીન વિસ્તારમાં સ્ટેટ મોંનટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા PSI, ASI, હેડકોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મચારી ઝડપાયા હતા. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાબરમતી ડી કેબીન વિસ્તારમાં સ્ટેટ મોંનટરિંગ સેલએ દરોડા પાડ્યા હતા. જેમાં 12 જુગારીઓ ઝડપાયા હતા. આ 12 જુગારીઓમાંથી 4 પોલીસકર્મી પણ જુગાર રમતાં ઝડપાયા હતા.
સાબરમતી ડી કેબીન વિસ્તારમાં 1 પીએસઆઇ, 1 એ.એસ.આઈ, 1 હેડકોન્સ્ટેબલ એમ કુલ 4 જેટલા પોલીસ કર્મીઓ જુગાર રમતા ઝડપાયા હતા. ત્યારે ડી.જી વિજિલન્સ દ્વારા બાબુ દાઢીના જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ અગાઉ અનેક વખત બાબુ દાઢીના જુગારધામ પર રેડ પડી ચુકી હોવાની માહિતી સામે આવી છે. સ્ટેટ મોંનટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાય પણ હાજર હતા. આ ઝડપાયેલા પોલીસકર્મીઓમાં એક પીએસઆઇ ખેડાના અને એક પોલીસકર્મી ક્રાઇમ બ્રાંચના હોવાની વાત સામે આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત