HomeતાપણુંVIDEO: કેંદ્રીય મંત્રીની હાજરીમાં આ શહેરમાં લાગ્યા ભાજપ સાંસદ ‘મોહન કુંડારિયા...

VIDEO: કેંદ્રીય મંત્રીની હાજરીમાં આ શહેરમાં લાગ્યા ભાજપ સાંસદ ‘મોહન કુંડારિયા હાય…હાય…’ના નારા,જાણો

Team Chabuk-Gujarat Deks: ભાજપ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા યોજવામાં આવી રહી છે, જે યાત્રા આજે મોરબી જિલ્લામાં આવી પહોંચી હતી. જ્યાં વાંકાનેરમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. ગૌરવ યાત્રા વાંકાનેર પહોંચતા સાંસદ મોહનભાઈ કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. આ ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં સાંસદ વિરૂદ્ધ નારેબાજી થઈ હતી. ગૌરવ યાત્રા મોરબી શહેર ફરીને મહેન્દ્રનગર ગામ પહોંચી, ત્યારે મહેન્દ્રનગરના સ્વાગત પોઈન્ટ પર સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

વાંકાનેરમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા વિરુદ્ધ નારેબાજી કરવામાં આવી હતી. ગૌરવ યાત્રા વાંકાનેર પહોંચતા સાંસદ મોહનભાઈ કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. તે ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની હાજરીમાં નારેબાજી થતાં હાજર લોકોના મોઢા પડી ગયા હતા.

ભાજપની ગૌરવ યાત્રા મોરબી શહેર ફરીને મહેન્દ્રનગર ગામ પહોંચી, ત્યારે મહેન્દ્રનગરના સ્વાગત પોઈન્ટ પર સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેડા સાથે વિરોધ કરી મહિલાઓએ પીવાના પાણીની માંગ કરી હતી, જેથી સ્થાનિકોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments