Homeગુર્જર નગરી‘નાયક’ બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના લોકો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો

‘નાયક’ બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના લોકો માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યના મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે CMO દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે મુખ્યમંત્રીને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ નંબર જાહેર કરતા લોકો નાયક ફિલ્મના અનિલ કપૂર સાથે તેમની તુલના કરી રહ્યા છે. રાજ્યના લોકોને કોઈપણ સમસ્યા હોય તેઓ સીધો જ મુખ્યમંત્રીનો સંપર્ક કરી શકે છે.

મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમા સંપર્ક, અરજી, ફરિયાદ સહીતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સએપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments