Homeગુર્જર નગરીવિવાનની મદદે સામાજિક સંગઠનો અને સંસ્થાઓ

વિવાનની મદદે સામાજિક સંગઠનો અને સંસ્થાઓ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના આલિદર ગામના અશોકભાઈ વાઢેળના પુત્ર વિવાનની SME-1 નામની બીમારી ઝડપથી દુર થાય તે માટે અનેક સામાજિક સંસ્થાઓ મદદ માટે આગળ આવી છે. ત્યારે કોડીનારના રાષ્ટ્રીય સંગઠન એક વિચાર એક ભારત, એકતા ચેરિટેબલ ટ્રસ્ટ, ગીર સોમનાથ જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ, ઉના નગરપાલિકાના કોર્પોરેટર અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને યુવાનોએ વિવાનના પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન સમગ્ર ભારતના તમામ મુસ્લિમ સમાજને વિવાનની મદદ માટે સંજરબાપુ કાદરી દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ વિનતી કરી હતી કે આ માનવતાના કામમાં જોડાઈએ. આ ઉપરાંત રાજેશ સોલંકી દ્વારા દેશ-વિદેશમાં એક વિચાર એક ભારત સંગઠન સાથે જોડાયેલા તમામ રાષ્ટ્ર પ્રેમી નાગરિકોને વિવાનની મદદ માટે વિનંતી કરી હતી.

આ મુલાકાતમાં તમામ સર્વ સમાજના સાથે જોડાયેલા અગ્રણીઓ અને સંસ્થાના પ્રતિનિધિઓએ પણ એક સૂરમાં વિવાનની મદદે આવી શક્ય તેટલી ખાતરી આપી હતી. વહેલામાં વહેલી તકે વિવાનની બીમારી માટે ફંડ એકત્ર કરવા સર્વએ સાથે મળી આગામી સમય માટે આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એકતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંજરબાપુ કાદરી દ્વારા વિવાનની મદદ માટે વધુમાં વધુ સમગ્ર રાજ્યમાં મદદ મળી રહે તેમજ દેશભરમાં જ્યાં જયાં સંગઠન કાર્યરત છે તે પ્રચાર અને પ્રસારના માધ્યમથી વધુમાં વધુ દેશના નાગરિકોને વિવાનની મદદ માટે આગળ આવે તેવા હેતુથી આગામી સમયમાં દેશના પ્રધાનમંત્રી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સહિત સરકારમાં રજૂઆતો કરશે. સાથે જ સંગઠનના વિવિધ વિભાગોને મીડિયા સેલ, લીગલ સેલ, કર્મચારી સેલ વિધાર્થી સેલ અને મહિલા સેલ સહિત તમામ વિભાગોને વિધિવત રીતે આ માનવતાના કાર્યમાં જોડાઈને મદદ કરવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં કાર્યરત એક વિચાર એક ભારત સંગઠન અનેક કાર્યકર્તાઓ ધરાવતું વિશાળ સંગઠન હોય આ રજૂઆત બાદ વિવાનને વધુમાં વધુ મદદ મળી રહે તેમજ વિવાન વહેલી તકે આ બીમારીમાંથી મુક્ત થાય તે માટેના માનવતાના કાર્યમાં આ સંગઠન તથા સંસ્થાઓ તેમજ અગ્રણીઓ પણ આગળ આવ્યા હતાં.

રાજેશ સોલંકી સાથે એક વિચાર એક ભારત ગુજરાત રાજ્યના યુનિટના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ વિવાન અશોકભાઈ વાઢેળની ઘરે જઈને પરિવારની રૂબરૂ મુલાકાત લઈને આશ્વાસન આપ્યું હતું. તેમજ  આગામી દિવસોમાં ગુજરાત રાજ્ય જ નહીં સમગ્ર દેશમાંથી સંગઠન દ્વારા તમામ પ્રકારની મદદ કરવા પ્રતિનિધિઓએ જણાવ્યુ હતુ. Save Vivan, save nation થી રાજયના તમામ વિસ્તારોમાં જ નહીં સમગ્ર ભારતમાં સંગઠનના માધ્યમથી શકય તેટલી આર્થિક મદદ કરવા તેમજ વધુમાં વધુ સંસ્થાઓ તથા સરકાર દ્વારા મદદ મળી રહે તેવી પણ ખાતરી આપી હતી.

માનવતાના માટે, વિવાન માટે આ રાષ્ટ્રીય કાર્યની જેમ કાર્ય કરવું તેમ પણ વાત કરવામાં આવી હતી. તેમજ વિવાનના પરિવારને આશ્વાસન આપેલ. સર્વ સમાજના અનેક યુવાનો, સંગઠનો તથા સંસ્થાઓ વિવાનની મદદ માટે આગળ આવ્યા. અનેક ગામડાઓ,તેમજ શહેરી વિસ્તારોમાં તથા રસ્તાઓ પર યુવાનો તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવાનની મદદ માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

જેતપુરમાંથી વિવાનને મળ્યા એક લાખ પંદર હજાર રૂપિયા

આ સિવાય જેતપુરના દલિત અગ્રણીઓ દ્વારા પણ વિવાનની વહારે આવી મદદ માટે રૂપિયા એક લાખ પંદર હજાર એકઠા કરવામાં આવ્યા હતા. આ કાર્યમાં અશોક ડાયાભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવીને આ રકમ એકઠી કરી હતી. આ ઉપરાંત વિવાનનાં ઘરે જઈ શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી. અશોકભાઈએ તમામ સમાજના લોકોને આગળ આવી વિવાનની મદદ કરવા માટે આહવાન કર્યું હતું.

Vivan

જૂનાગઢમાં રૂ. 1,06,000નું ફંડ એકત્રિત કર્યું

આજ રોજ માનવતાના મૂલ્યોનું જતન કરવા બહુજન વિકાસ ફોજ ગુજરાતની જુનાગઢ જિલ્લાની ટીમ સજ્જ થઈને વિવાન અશોકભાઈ વાઢેળ માટે ફંડ એકત્રિત કરવા જાહેર રસ્તાઓ ઉપર ઉતર્યું હતું. આજે જુનાગઢમાં એ સાબિત થઈ ગયું કે તમામ ગુજરાતીઓ કોઈપણ પડકાર ઝીલવા અને જીતવા અગ્રેસર જ હોય છે. તમામ જ્ઞાતિ જાતિના સર્વે સમાજ મન મુકીને વિવાન ને મદદરૂપ થવા ફૂલ નય તો ફૂલની પાંખડી રૂપે તમામ લોકોએ મદદ કરી હતી. સાથે સાથે જ સામાજિક કાર્ય કરતાં કરુણા મહિલા મંડળની તમામ બહેનો પણ ખડે પગે વિવાન માટે ફંડ એકત્રિત કરવા જહેમત ઉઠાવી હતી. ત્રણ દિવસ ની નાની એવી મહેનત માં વિવાન માટે ટોટલ રોકડ રકમ રૂ. 1,06,000 એકત્રિત કર્યું હતું. જેમાં બહુજન વિકાસ ફોજના સૈનકો એવા કમલેશ ચાવડા, વનરાજ સોલંકી, નિખિલ ચૌહાણ, મનોજભાઈ પરમાર, મનદિપ બગડા, સાગર બગડા, નિખીલ વાણવી, ઓજસ ચૌહાણ, વિપુલ ભાષા, દિનેશભાઈ સાવરીયા, રમેશભાઈ સોંદરવા ,ભૌતિક વાળા, નરેન્દ્ર બગડા, નિક માકડીયા, જગદિશ માકડીયા, શૈલેશ નાવર, ધીરુભાઈ મારવાડા, જયેશ રાઠોડ, બીપીન વાજા, પ્રેમ ચોહાણ, વિપુલ પરમાર, તથા બહુજન સાહિત્યકાર વિશન કાથડ રિવાબેન કાથડ,  વલજીભાઈ મકવાણા, રસિકભાઈ ખાવડુ, ચંદ્રસિંહ ધાંધલ, ભનુભાઈ ચૌહાણ, યુવા પત્રકાર વનરાજભાઈ ચૌહાણ, ભરતભાઈ બોરીચા તથા સમાજ સેવી જિજ્ઞેશભાઈ મારુ આ તમામ લોકોએ ખંતથી જહેમત ઉઠાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments