Team Chabuk-Gujarat Desk: ઉત્તર પ્રદેશના બરેલીમાં એક પોલીસ ઈન્સ્પેક્ટરને લાંચના રૂપે ફોન માંગવો મોંઘો પડી ગયો. લાંચ લેવાના ચક્કરમાં એસપીએ કડક પગલાં લેતા તેને નિલંબિત કરવાની પ્રક્રિયા હાથ ધરી દીધી છે. હવે કિંમતી મોબાઈલ ફોનની લાલચમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ખુરસી જોખમમાં છે. આ ઘટના બની છે ભોજીપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર અશોક કુમારની સાથે. અશોક કુમારે પોતાના જ વિસ્તારના એક ગ્રામ પ્રધાન પાસેથી મોબાઈલ ફોનની ડિમાન્ડ કરી હતી.
આરોપ લાગ્યો છે કે વિપક્ષી પાર્ટી પર કાર્યવાહી કરવામાં પોલીસ ઈન્સ્પેક્ટરે ગ્રામ પ્રધાન પાસેથી પચાસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ માગ્યો હતો. જેની ચેટ વોટ્સએપમાં વાઈરલ થઈ ગઈ હતી. જે ગ્રામ પ્રધાનની પાસે મોબાઈલ ફોનની ડિમાન્ડ કરવામાં આવી હતી તેના ગામમાં ચૂંટણી છે. હાલ પ્રધાન અને પૂર્વ પ્રધાન વચ્ચે ટકરાવની સ્થિતિ પેદા થઈ છે.
ગામના લોકોનું કહેવું છે કે ભોજીપુરાના પોલીસ ઈન્સ્પેક્ટર અશોક કુમાર, પૂર્વ પ્રધાનની સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે. ત્યારે પીડિત પ્રધાને ઈન્સ્પેક્ટરની વોટ્સએપ ચેટ વાઈરલ કરી દીધી હતી. જેની ચર્ચા મોટા ઓફિસરો સુધી પહોંચી ગઈ હતી અને અશોક કુમારના પગ તળે રેલો આવી ગયો હતો.
જે ગ્રામ પ્રધાનની સાથે પોલીસ ઈન્સ્પેક્ટરે ફોનમાં વોટ્સએપ ચેટ કરી હતી એ પ્રધાને જ બરેલી રેન્જના આઈજી રમિત શર્મા અને એસએસપી રોહિત સિંહ સજવાણની સાથે મુલાકાત કરી હતી અને લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. એસએસપી બરેલીએ આ સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લેતા એક અધિકારીને આ પ્રકરણની તપાસ સોંપી છે. પ્રાથમિક તપાસમાં ભોજીપુરાના પોલીસ ઈન્સ્પેક્ટર અશોક કુમારની ભૂમિકા શંકાના ઘેરામાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત