Homeગુર્જર નગરીદેવભૂમિ દ્વારકાઃ વૃદ્ધને શારીરિક સંબંધની લાલચ આપી લૂંટ અને હત્યા, મૃતદેહને સળગાવી...

દેવભૂમિ દ્વારકાઃ વૃદ્ધને શારીરિક સંબંધની લાલચ આપી લૂંટ અને હત્યા, મૃતદેહને સળગાવી ગુનો છુપાવવા કર્યો પ્રયાસ, દંપતીની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: દ્વારકામાં થયેલી વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં પોલીસે વૃદ્ધની હત્યાના આરોપમાં એક દંપતીની ધરપકડ કરી છે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે, વૃદ્ધને આરોપી મહિલાએ શારીરિક સંબંધની લાલચ આપી કચ્છથી દ્વારકા બોલાવ્યા હતા. જ્યાં આરોપી મહિલાનો પતિ આવી જતાં બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.

આરોપ છે કે, હત્યા બાદ વૃદ્ધના ખિસ્સામાંથી 1 હજાર રૂપિયા રોકડા અને મોબાઈલ ફોન પણ લૂંટી લેવાયા હતા. પોતાનો ગુનો છુપાવવા મૃતદેહને સળગાવી દઈ ફરાર થઈ ગયા હતા. જો કે, બનાવની જાણ થતાં જ પોલીસે આરોપી દંપતીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. બે દિવસ પહેલાં ભૂમિ દ્વારકા નજીક હાઈ-વે પર આવેલી હોટેલની બાજુમાં બાવળની ઝાડીઓમાંથી એક વૃદ્ધનો મૃતદેહ મળ્યો હતો. હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

પ્રાથમિક તપાસમાં વૃદ્ધ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વીરા ગામના હોવાનું સામે આવ્યું હતું.. વૃદ્ધને માથાથી પગ સુધીના ભાગે બોથડ પદાર્થના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. એટલું જ નહીં પુરાવાનો નાશ કરવા હત્યા બાદ આરોપીઓએ મૃતદેહને સળગાવી દીધો હતો. કચ્છના 70 વર્ષીય મેમાભાઈ પાચાભાઈ ચાવડા નામના વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવી હોવાની જાણ થતાં દ્વારકા પોલીસના પીએસઆઇ પરમાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. વૃદ્ધની હત્યા કયા કારણોસર? કોના દ્વારા ? અને કયા સંજોગોમાં ? કેવી રીતે થઈ? આ બાબતનો તાગ મેળવવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments