Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ધીમે-ધીમે ઘટી રહ્યા છે. જો કે, હજુ પણ મોતનું તાંડવ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 30 લોકોના મોત થયા છે.છેલ્લા 8 દિવસમાં 238 દર્દીના મોત થઈ ચૂક્યા છે. તો 24 કલાકમાં 9395 નવા કેસ નોંધાયા છે. બીજી તરફ એક દિવસમાં 16 હજાર 66 દર્દી સાજા થયા છે જેને લઈને રાજ્યનો રિકવરી રેટ વધીને 91.18 ટકા થઈ ગયો છે.



હાલ રાજ્યમાં કુલ 91 હજાર 320 એક્ટીવ કેસ છે. જેમાંથી 278 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 91 હજાર 42 દર્દીની હાલત સ્થિર છે. હાલ સૌથી વધુ અમદાવાદમાં કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં એક દિવસમાં 3582 કેસ નોંધાયા છે અને 8 દર્દીએ જીવ ગુમાવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત