Homeગામનાં ચોરેસોનું ખરીદવાનો જોરદાર મોકો: ઓલ ટાઈમ હાઈથી રૂ.8600નો ઘટાડો

સોનું ખરીદવાનો જોરદાર મોકો: ઓલ ટાઈમ હાઈથી રૂ.8600નો ઘટાડો

Team Chabuk-Gujarat Desk: લોકલ ડિમાન્ડ અને ડોલર સામે રૂપિયો નબળો પડવા છતાં ભારતમાં સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનુ રૂ. 310ના ઘટાડા સાથે રૂ.47600/ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું. આ અગાઉના કારોબારી સત્રમાં સોનાનો ભાવ રૂ.47910 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. તેમજ ચાંદીની કિંમત રૂ.857ના ઘટાડા સાથે રૂ.61087 પ્રતિ કિલોગ્રામ બંધ રહી હતી. ગયા સત્રમાં તેનો ભાવ રૂ.61944 પ્રતિ કિલોગ્રામ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયાનો પાંચ પૈસા ઘટીને 75.04 રૂપિયા પ્રતિ ડોલર રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડા સાથે 1,796 ડોલર પ્રતિ ઔસ રહ્યું હતું. જ્યારે ચાંદી 24.24 ડોલર/ઔસ રહી હતી.

સોનામાં ઓલટાઇમથી મોટો ઘટાડો

સોનાની કિંમતોમાં હાલ ઘટાડો-વધારો ચાલી રહ્યો છે. પરંતુ લાંબા ગાળાની વાત કરીએ તો સોનું રૂ.8600/ગ્રામ સસ્તું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાનો ભાવ 56,200 રૂપિયાની ટોચ પર હતો. જ્યારે આજે સોનાનો ભાવ 47,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો છે. આ રીતે જોઈએ તો સોનાની કિંમતમાં અત્યાર સુધી 8600 રૂપિયાનો પ્રતિ ગ્રામ ઘટાડો નોંધાયો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારતા હોય તો આ ખૂબ સારો મોકો છે.

ગયા વર્ષે સોનામાં કેટલું રિટર્ન મળ્યું?

જો સોનામાં રિટર્નની વાત કરવામાં આવે ગત વર્ષે સોનામાં લગભગ ઝીરો ટકાનું રિટર્ન મળ્યું છે. આની પહેલા વર્ષ 2020માં સોનાએ લગભગ ૨૮ ટકા રિટર્ન આપ્યું હતું. એનાથી આગળના વર્ષે પણ સોનાએ લગભગ ૨૫ ટકા જેટલું રિટર્ન આપ્યું હતું. જો તમે લાંબા સમય સુધી રોકાણ કરવા માગતા હોવ તો સોનું પણ ખૂબ સુરક્ષિત અને સારો વિકલ્પ છે. જેમાં તમને ખૂબ સારું રિટર્ન મળવાની સંભાવના છે ગત વર્ષોમાં સોનામાં મળેલુ રિટર્ન જ દર્શાવે છે કે સોનામાં રોકાણ કરવાથી ફાયદો જ ફાયદો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments