Homeગુર્જર નગરીઈલેક્ટ્રીક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ઈલેક્ટ્રીક બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Team Chabuk-Gujarat Desk:સુરતના સચિન વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં ચાર્જમાં મૂકેલી ઈબાઈકની બેટરી અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતી. જેને લઇ દોડધામ મચી જવા પામી હતી. દુકાન અને ઘરમાં હાજર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બેટરીમાં બ્લાસ્ટના કારણે દુકાનનો તમામ માલ સમાન બનીને ખાખ થઈ ગયો હતો.

સુરતના સચિન વિસ્તારમાંથી ઈલેક્ટ્રીક બાઈકની બેટરી અચાનક બ્લાસ્ટ થઈ હોવાની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં ઘરની સાથે કરિયાણાની દુકાન ચલાવવામાં આવતી હતી તેમાં ઈલેક્ટ્રીક બાઈકની બેટરીને ચાર્જમાં મૂકવામાં આવી હતી. જેમાં અચાનક ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન દુકાન અને ઘરમાં હાજર એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી તો ત્રણ જેટલા વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઇજાઓ થઈ હતી. બેટરીનો ધડાકો એટલો વિસ્ફોટક હતો કે દુકાનનો તમામ માલ સમાન બનીને ખાખ થઈ ગયો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ કરિયાણા સ્ટોર સાથેના ઘરમાં પરિવાર જમી રહ્યો હતો. પરિવારમાં રહેલ ઈલેક્ટ્રીક બાઇકની બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોવાથી તેને ચાર્જમાં મૂકી હતી. દરમિયાન ઘરમાં મુકેલી ઇલેક્ટ્રીક મોપેડની બેટરી અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી. અચાનક બેટરી ફાટતા કરિયાણા સ્ટોરમાં હાજર આધેડ ગંભીર રીતે શરીરે દાઝી ગયા હતા. ઘટનાને પગલે પરિવારના લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બાળકો સહિત ત્રણેક જણાને સામાન્ય ઇજા થઈ હતી. કરિયાણાની દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments