Team Chabuk-Sports Desk: ફિફા વર્લ્ડ કપ 2022માં ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે મહામુકાબલો રોમાંચક રહ્યો. પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવ્યું. એક્સ્ટ્રા ટાઈમમાં મેસ્સી અને એમ્બાપેની રમતે દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા. અને મુકાબલો પેનલ્ટી ગોલ સુધી પહોંચ્યો. બંને ટીમોએ ફાઇનલમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. પહેલાં હાફમાં આર્જેન્ટિનાની ટીમ ફ્રાન્સ પર હાવી રહી અને 2-1થી આગળ રહી. જો કે, બીજા હાફમાં એમ્બાપેના 2 ગોલથી ફ્રાન્સની આશા જીવંત રહી. ત્યારબાદ 30 મિનિટનો એકસ્ટ્રા ટાઈમ આવ્યો જેમાં પહેલાં મેસ્સીએ સાબિત કર્યું કે તેને શ્રેષ્ઠ ખેલાડી શા માટે કહેવામાં આવે છે અને ટીમને વધુ 1 ગોલ અપાવ્યો. આ મેચ જીતનારી ટીમને ઇનામ તરીકે 347 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
🇦🇷🇦🇷🇦🇷#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/2FPSlwF2YM
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ટાઇટલ જીત્યું છે. આર્જેન્ટિના માટે છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસ્સીએ પોતાની વર્લ્ડ કપ કારકિર્દીનો શાનદાર રીતે અંત કર્યો છે. નિયમિત સમયમાં સ્કોર 2-2 અને વધારાના સમયમાં 3-3ની બરાબરી પર રહ્યો હતો. આ પછી પેનલ્ટી શૂટ-આઉટમાં આર્જેન્ટિનાએ શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી.
🏆 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 🏆 pic.twitter.com/L2QO9h85hf
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
આર્જેન્ટિનાએ પ્રથમ હાફમાં સારી લીડ બનાવી હતી
મેચની શરૂઆતથી જ આર્જેન્ટિનાએ શાનદાર રમત બતાવી અને 23મી મિનિટે જ તેને લીડ મળી હતી. ફ્રાન્સ દ્વારા ફાઉલ થયા બાદ આર્જેન્ટિનાને પેનલ્ટી કિક મળી હતી અને તેના પર લિયોનેલ મેસીએ ગોલ કરીને આર્જેન્ટિનાને લીડ અપાવી હતી. 13 મિનિટ બાદ આર્જેન્ટિનાએ વધુ એક ગોલ કરીને મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. એન્જલ ડી મારિયાએ શાનદાર પાસ ભેગા કર્યા અને ગોલ કર્યો અને સ્કોર 2-0 કર્યો.
બીજા હાફમાં એમ્બાપેએ સ્કોર બરાબરી કરી હતી
પ્રથમ 80 મિનિટ સુધી, આર્જેન્ટિનાએ આરામથી તેની લીડ જાળવી રાખી હતી, પરંતુ તે પછી એમ્બાપેએ આર્જેન્ટીના પર કહેર વર્તાવ્યો હતો. એમ્બાપેએ 80મી મિનિટે પેનલ્ટી કિક પર ગોલ કરીને તેને 2-1 કરી અને પછીની જ મિનિટે બરાબરી કરી લીધી. મિડફિલ્ડમાંથી એક શાનદાર પાસ પર એમ્બાપેએ શ્રેષ્ઠ રીતે બોલ પર નિયંત્રણ કર્યું અને વોલી પર ગોલ કરીને સ્કોર 2-2 કરી દીધો. આ પછી કોઈપણ ટીમ તરફથી કોઈ ગોલ થયો ન હતો અને મેચ 30 મિનિટના વધારાના સમયમાં ગઈ હતી.
મેસ્સી આર્જેન્ટિનાને આપી મોટી ભેટ
35 વર્ષીય લિયોનેલ મેસ્સી માટે આ છેલ્લો વર્લ્ડકપ હતો. તેણે પોતે પણ આ હકીકત સ્વીકારી હતી. આવી સ્થિતિમાં આ અનુભવી ફૂટબોલરે તેની છેલ્લી ટૂર્નામેન્ટમાં ખિતાબ જીતીને દેશવાસીઓ અને ચાહકોને મોટી ભેટ આપી.
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
ગોલ્ડન બૂટ ફ્રાન્સના એમ્બાપેના નામે
આ વર્લ્ડકપમાં ફાઈનલ મેચ સુધી લિયોનેલ મેસ્સી ગોલ્ડન બૂટની રેસમાં સૌથી આગળ હતો. જોકે ફાઈનલમાં ફ્રાન્સના કિલિયન એમ્બાપેએ હેટ્રીક ગોલ કરી ટૂર્નામેન્ટમાં સૌથી ગોલ કરનારો ખેલાડી બની ગયો હતો અને ગોલ્ડન બૂટ પોતાના નામે કર્યું હતું.
The @adidas Golden Boot Award goes to Kylian Mbappe! 👏#Qatar2022‘s top goalscorer 📊
— FIFA World Cup (@FIFAWorldCup) December 18, 2022
આર્જેન્ટિનાએ 3 ફ્રાંસે અત્યાર સુધીમાં 2 ટાઇટલ જીત્યા છે
વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી આર્જેન્ટિનાએ 3 વાર FIFA વર્લ્ડકપ પોતાના નામે કર્યો છે. જ્યારે ફ્રાન્સે 2 વખત ટાઈટલ જીત્યું છે. ફ્રાન્સની ટીમ 1998 અને 2018માં ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટિના 2022, 1978 અને 1986નો ખિતાબ જીત્યો છે. આ સિવાય આર્જેન્ટિના ત્રણ વખત (1930, 1990, 2014) રનર અપ પણ રહી છે. જ્યારે ફ્રાન્સ 2006 અને 2022માં રનર અપ રહ્યું છે. આર્જેન્ટિના માટે આ છઠ્ઠી અને ફ્રાન્સ માટે ચોથી ફાઈનલ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત