Team Chabuk-Gujarat Desk: શ્રદ્ધા કપૂરે પોતાના વાહનોમાં એક નવું વાહન એડ કર્યું છે એ પણ પોણા પાંચ કરોડ જેટલા રૂપિયાનુ. અભિનેત્રી શ્રદ્ધા કપૂરે હાલમાં જ 4 કરોડ રૂપિયાની લેમ્બોર્ગિની ખરીદી છે. જેના બાદ એક્ટ્રેસના ફેંસ તેને શુભકામનાઓ આપી રહ્યા છે. હકીકતે એક્ટ્રેસને કાર્સનો ખૂબ જ શોખ છે. તેણે પોતાના કાર કલેક્શનમાં વધુ એક મોંઘી ગાડીને એડ કરી છે જે 4.64 કરોડની લેમ્બોર્ગિની છે.
Driving off her new Red Lamborghini ❤️???? #ShraddhaKapoor pic.twitter.com/b8RR9suvhq
— ????Sharania Jhanvi???? (@SharaniaJ) October 24, 2023
જોકે બીજી તરફ મોંઘીદાટ કારને લઈના કારણે શ્રદ્ધા ટ્રોલર્સના નિશાના પર પણ આવી ગઈ છે. શોરૂમે લેમ્બોર્ગિની સાથે શ્રદ્ધા કપૂરનો એક ફોટો શેર કર્યો હતો. જેની સાથે તેમણે એક પોસ્ટ પણ લખી છે “આ કોઈ અજીબ વાત નથી પરંતુ શ્રદ્ધા કપૂરે હાલ હ્યુરાકન ટેક્નિકા ખરીદી છે. ભલે તે બોલિવુડની સૌથી મોટી કલાકારમાંથી નથી પરંતુ તે કલાકારોમાંથી એક છે જે સૌથી અલગ છે.”
સોશિયલ મીડિયા યુઝર્સે લેમ્બોર્ગિનીની સાથે એક્ટ્રેસનો ફોટો અને તેમનો જુનો ફોટો શેર કર્યો છે. જેમાં એક્ટ્રેસ ક્લાઈમેટ એક્ટિવિસ્ટ તરીકે અવાજ ઉઠાવતી જોવા મળી રહી છે. એવામાં યુઝર્સનું કહેવુ છે કે ‘સિલેક્ટિવ એક્ટિવિસ્ટ ઓફ અનવાયરમેન્ટ’. એક તરફ યુઝર્સ લખે છે કે શ્રદ્ધા કપૂરે 4.64 કરોડની લેમ્બોર્ગિની ખરીદી છે જે ઓઈલ પીવે છે અને CO2 બહાર કાઢે છે. શું આ તેજ શ્રદ્ધા કપૂર છે જેમણે જંગલમાં ઝાડને કાપવાને લઈને વિરોધ કર્યો હતો? મહત્વનું છે કે, 2019માં શ્રદ્ધા કપૂરે પર્યાવરણને બચાવવા માટે સ્ટેન્ડ લુધુ હતું. જેના ફોટો ખૂબ વાયરલ થયા હતા. તે સમયે એક્ટ્રેસને લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો હતો. પરંતુ હવે વર્ષ 2023માં એક્ટ્રેસે લેમ્બોર્ગિની ખરીદ્યા બાદ તેને ટ્રોલર્સનો સામનો કરવો પડી રહ્યો છે.
Woke Activist
— Niteen S Dharmawat (@niteen_india) October 25, 2023
Lamborghini Huracan Tecnica must be generating clean air and helpful to not only #Aarey but entire Mumbai and India
On odd days ???? On even days????#ShraddhaKapoor @ShraddhaKapoor pic.twitter.com/nJvPj6WKNV

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત