Team Chabuk-Gujarat Desk: રાજકોટના મેટોડા GIDCમાં વીજળી પડતા એક યુવકનું મોત થયું. પારસ પાર્ક સોસાયટીમાં રહેતો નિરજ યાદવ નામનો યુવક છત પર વરસાદ જોવા ગયો હતો. જો કે, આ દરમિયાન જ આકાશમાંથી મોત ત્રાટક્યું હતું. મળતી માહિતી મુજબ નિરજ અન્ય રાજ્યમાંથી રાજકોટમાં રોજી મેળવવા આવ્યો હતો.
રાજ્યમાં ચોમાસુ જામ્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. છેલ્લા 10 કલાકમાં રાજ્યના 24 તાલુકામાં અડધોથી ત્રણ ઈંચ વરસાદ પડ્યો. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. તો. માણાવદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. ઉપરાંત ગીર સોમનાથના તલાલામાં 2 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે રાજ્યના અન્ય 10 તાલુકામાં એકથી ત્રણ ઈંચ વરસાદ અને 14 તાલુકામાં અડધાથી એંક ઈંચ વરસાદ નોંધાયો.
સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો..સિદ્ધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતાં લોકોમાં હરખની હેલી પ્રસરી..રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો.. રાજકોટના ઉપલેટા અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા.
અમરેલી: વનરાજા વરસાદમાં ભીંજાતા #સિંહ પરિવારનો વીડિયો વાયરલ. pic.twitter.com/7ZcelItC3i
— thechabuk (@thechabuk) June 15, 2022
તો આ તરફ અમેરલી-ગીરનો એક અદભૂત વીડિયો વયારલ થયો છે. જેમાં સિંહણ પોતાના સિંહબાળ સાથે વરસાદમાં ભીંજાતી જોવા મળી રહી છે. ગીરમાં ભાગ્યે જ જોવા મળતો આ વીડિયો હાલ ખૂબ વાયરલ થયો છે. પ્રકૃતિ અને સિંહપ્રેમીઓ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત