Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના માંગરોળના મક્તુપુરના ગામલોકો અને આગેવાનો વીજકચેરીએ પહોંચ્યા હતા અને કચેરીની લાઈટ બંધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યા મુજબ દિવસમાં દસ-બાર વખત લાઈટ આવ-જાવ કરે છે. રાત્રીના પણ આજ સ્થિતિ રહેતા ગામલોકોની મુશ્કેલી વધે છે. હાલમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે ફરીથી સવારથી રાત સુધી લાઈટ બંધ રહેતા રોષે ભરાયેલા ગ્રામજનો વીજકચેરીએ પહોંચ્યા હતા.
માંગરોળ પંથકનાં મક્તુપુર ગામને હાલ શીલ જ્યોતિગ્રામ 66 કે.વી.માંથી વીજ પૂરવઠો ફાળવાઈ રહ્યો છે. પરંતુ વારંવાર વીજ ધાંધિયાને લીધે ગ્રામજનોએ લોએજ ગામ ખાતે અલગ 66 કે.વી સબસ્ટેશન ઊભું કરી તેમાંથી જોડાણ આપવા માંગ કરી હતી. જે દોઢેક વર્ષથી મંજૂર પણ થયું છે. લાંબા સમયથી વીજ ધાંધિયાથી મહિલાઓ, બાળકો, મજૂર વર્ગની હાલત કફોડી બની છે. અનિયમિત અને અપુરતા વીજ પૂરવઠાના મુદ્દે પંચાયતના હોદ્દેદારોએ અગાઉ અનેકવાર મૌખિક, લેખિત રજૂઆતો પણ કરી છે. પરંતુ આ સમસ્યાનો કોઈ ઉકેલ ન લાવાતો હોવાનો આરોપ છે.
રોજેરોજની લાઈટની સમસ્યાથી હાલાકી ભોગવતા લોકોએ કચેરીની લાઈટ બંધ કરી હતી. અને સખત ગરમીમાં લાઈટ વગર શુ હાલત થાય છે તેનો અધિકારીઓ અને કર્મચારીને અનુભવ કરાવ્યો હતો. બીજી તરફ વિરોધ ઉગ્ર બનતા પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જ્યારે વીજ કચેરીના અધિકારીએ પાંચ દિવસમાં મેઈન્ટેનન્સની કામગીરી કરી સમસ્યાનું નિરાકરણ લાવવાની ગામલોકોને ખાતરી આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
