Team Chabuk-Gujarat Desk: કોરોના વાયરસના ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7નો પ્રથમ કેસ દેશમાં સૌથી પહેલા અમદાવાદમાં નોંધાયો છે. જેને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. નિષ્ણાતોનું માનીએ તો કોરોના વાઈરસનો આ નવો વેરિયન્ટ ખૂબ જ ચેપી છે. અમદાવાદમાં ડ્રાઈવ-ઈન રોડ પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ બીમાર પડતાં તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો. કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા નવા વેરિયન્ટ અંગે તપાસ કરાઈ હતી તપાસમાં BF.7 પોઝિટિવ આવ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, દર્દીની કોઈ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી નથી. બીજી તરફ સારી વાત એ પણ છે કે તેમને દાખલ કરવાની જરૂર પડી નથી. હાલ તેમની હાલત સ્થિર છે.
સાવચેતીના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાએ દર્દીના પરિવાર અને કોન્ટેક્ટમાં આવેલા 10થી વધુ લોકોની તપાસ કરી હતી. 15 જુલાઈએ દર્દીના સેમ્પલ ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરમાં મોકલાયા હતા.
ગાંધીનગરમાં દર્દીના લેવાયેલા નમૂનાનું જિનોમ સિક્વન્સિંગ કરાયું હતું. જેમા આ ચોંકાવનારી વાત સામે આવી હતી. ત્યારબાદ આરોગ્યની ટીમે દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરી હતી પરંતુ તેમનામાં વાયરસના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.
મહત્વનું છે કે, BF.7 વેરિયન્ટ ઓફ કન્સર્ન કેસ ચાઈના ઉપરાંત 4 દેશોમાં જોવા મળ્યા છે. ભારત પહેલાં કોરોનાના આ નવા વેરિયન્ટની એન્ટ્રી યુ.કે., જર્મની, ફ્રાન્સ અને અમેરિકામાં થઈ ચુકી છે. હાલ રાજ્યમાં તહેવારોનો માહોલ ચાલી રહ્યો છે. લોકો ખરીદી માટે નીકળી રહ્યા છે. બે વર્ષ બાદ ધામધૂમથી તમામ તહેવારો ઉજવાઈ રહ્યા છે એવામાં નવા વેરિયન્ટની એન્ટ્રીએ સરકાર તેમજ લોકોની ચિંતા વધારી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત