Homeદે ઘુમા કેT20 World Cup 2022માં ટીમ ઈન્ડિયા સાથે એક મહિલા પણ છે !...

T20 World Cup 2022માં ટીમ ઈન્ડિયા સાથે એક મહિલા પણ છે ! જાણો કોણ છે આ ‘મિસ્ટ્રી ગર્લ’

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 World Cup 2022 માટે ભારતની 15 સભ્યોની ટીમ સાથે 16 બેકરૂમ સ્ટાફ પણ છે. ટીમનો સપોર્ટ સ્ટાફ ટીમના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ 16 સભ્યોના બેકરૂમ સ્ટાફમાં માત્ર 1 મહિલા છે. તો આવો જાણીએ આ મિસ્ટ્રી ગર્લ વિશે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે.

ભારતીય ટીમના બેકરૂમ સ્ટાફમાં સામેલ આ મહિલાનું નામ રાજલક્ષ્મી અરોરા છે. તે અવાર-નવાર ભારતીય ટીમ સાથે જોવા મળે છે. રાજલક્ષ્મીને લોકો રાજલ અરોરા તરીકે પણ ઓળખે છે. રાજલક્ષ્મી અરોરા BCCIમાં વરિષ્ઠ મીડિયા નિર્માતા (Senior Producer ) છે. ભારતીય ખેલાડીઓ અને તેમના પ્રશંસકો વચ્ચેના બોન્ડને મજબૂત કરવામાં રાજલક્ષ્મી મહત્વની ભૂમિકા ભજવે છે.

અગાઉ કહ્યું તેમ આ પહેલીવાર નથી જ્યારે તેણે ભારતીય ટીમ સાથે વિદેશ પ્રવાસ કર્યો હોય આ પહેલાં પણ તે ક્રિકેટ ટીમ સાથે પ્રવાસ કરી ચુકી છે. છેલ્લા 7 વર્ષથી તે BCCI સાથે જોડાયેલી છે. તે IPLમાં પણ કામ કરી ચુકી છે. IPL વખતે પણ રાજલ ખુબ ચર્ચામાં હતી.

રાજલક્ષ્મી અરોરાએ પોતાની વ્યાવસાયિક કારકિર્દી કન્ટેન્ટ રાઈટર તરીકે શરૂ કરી હતી. 2015માં BCCIમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે જોડાઈ હતી. રાજલક્ષ્મીએ પુણેની સિમ્બાયોસિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન (SIMC પુણે)માંથી મીડિયાની ડિગ્રી મેળવી છે. હાઈસ્કૂલનો અભ્યાસ રિવરડેલ હાઈસ્કૂલમાં કર્યો છે. તે શાળાની બાસ્કેટબોલ અને શૂટિંગ ટીમની સભ્ય હતી. તો 2019માં રાજ લક્ષ્મી અરોરા BCCIના આંતરિક ફરિયાદ સમિતિના વડા પણ હતા, જે ખેલાડીઓના ગેરવર્તનની બાબતો પર ધ્યાન રાખે છે. (Source: PTI)

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments