Homeગુર્જર નગરીઅકસ્માતમાં PSIનું નિધન: અમદાવાદથી ટ્રેનિંગ લઈને જૂનાગઢ પરત આવી રહ્યા હતા

અકસ્માતમાં PSIનું નિધન: અમદાવાદથી ટ્રેનિંગ લઈને જૂનાગઢ પરત આવી રહ્યા હતા

Team Chabuk-Gujarat Desk: રોડ અકસ્માતમાં વધુ એક અધિકારીએ જીવ ગુમાવવો પડ્યો. જૂનાગઢમાં એ ડિવિઝનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એ.કે.પરમારને સુરેન્દ્રનગરના સાયલા પાસે અકસ્માત નડ્યો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પી.એસ.આઈના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઉપરાંત સમગ્ર પોલીસબેડામાં તેમજ તેમના મિત્રો પણ શોકમગ્ન થયા છે.

મળતી માહિતી મુજબ જૂનાગઢ એ ડિવિઝનના પી.એસ.આઈ ટ્રેનિંગ કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તેમની ગાડીનો અકસ્માત થયો હતો. વિગતો અનુસાર પોલીસ અધિકારી સાઈબર ક્રાઈમની ટ્રેનિંગ લેવા અમદાવાદ ગયા હતા. ટ્રેનિંગ લઈને પરત આવતી વખતે સાયલા (ભગતના ગામ) નજીક તેમની કારને અકસ્માત નડ્યો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. બનાવની જાણ થતાં જ તાત્કાલિક 108 સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને PSI એ.કે.પરમારને હોસ્પિટલ ખસેડ્યા. જો કે, કમનસીબે તેમને બચાવી શકાયા નહીં. હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

અકસ્માતના સમાચાર મળતા જ પી.એસ.આઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, તેમની ગાડીના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત પછી તેમના અવસાનની માહિતી મળતા પોલીસ બેડામાં પણ શોક પ્રસરી ગયો છે. માર્ગ પર ગાડીની સ્થિતિ જોઈએ તો ગાડીના આગળના ભાગમાં ઘણુ નુકસાન પહોંચ્યું હતું. હાલ આ અંગે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. થોડા સમય અગાઉ પણ એક પોલીસ અધિકારીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments