Team Chabuk-Gujarat Desk: અરવલ્લી જિલ્લામાંથી દારૂની ખેપ મારનારા બે કોન્સ્ટેબલ ઝડપાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. બંને કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં એટલે કે છેલ્લા એક વર્ષમાં દારૂની ખેપ મારનારા 6 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવનારા બે પોલીસ કોન્સ્ટેબલો ગઈકાલે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રણાસણ ચોકડી પાસેથી સાબરકાંઠા LCBએ કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાંચ સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમાં મુખ્ય બે આરોપીઓ રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ અને બીજો વિજય છનાભાઈ પરમાર. આ બંને આરોપીઓ અરવલ્લી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે. આ બંનેના દારૂની હેરાફેરીમાં આરોપી તરીકે નામ આવતા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ બંને પોલીસ કોન્સ્ટેબલો રાજસ્થાનથી દારૂ લાવી ખેતરમાં સંતાડી રાખતા હતા અને ખાનગી વાહનમાં અમદાવાદ, ગાંધીનગર સુધી પહોંચાડતા હતા. ગઈકાલે ધનસુરાના રાહીયોલ ગામે રહેતા કોન્સ્ટેબલ વિજય છનાભાઈ પરમાર તેના ખેતરમાં સંતાડેલો દારૂ કારમાં ભરીને ગાંધીનગર લઈ જતો હતો. તે દરમિયાન પોલીસને શંકા જતા જિલ્લા એલસીબીએ વાહન રોકી વાહનમાંથી 34 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં પોલીસે દારૂની ખેપ લગાવનારા 6 કોન્સ્ટેબલો સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કરેલા છે.
એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એન.એન.રબારીએ આ કેસ અંગે જણાવ્યું હતું કે, એલસીબી પીએસઆઈ અને સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન રણાસણ નજીક રોડ પર નંબર વગરની સ્કોર્પિયોની તપાસ કરી હતી. જેમાંથી અલગ અલગ બ્રાંડની 8 વિદેશી દારૂની પેટી મળી આવી હતી. જેને લઈને પોલીસે સ્કોર્પિયોના ચાલક અને અરવલ્લી પોલીસ હેડક્વાર્ટસમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોહિતસિંહ જગતસિંહ ચૌહાણ સાથે લીમ્બ ગામના તેમના મિત્ર યોગેશ ખોડાભાઈ પટેલ અને પ્રવીણસિંહ ચૌહાણને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે અરવલ્લી પોલીસ હેડ ક્વાર્ટસના જ કોન્સ્ટેબલ વિજય સનાજી પરમારે ગાંધીનગરના હાલીસા ગામના કિશન ગોસ્વામીને દારૂની પેટી આપવા માટે કોન્સ્ટેબલ રોહિતસિંહ ચૌહાણ અને તેના મિત્રોને મોકલ્યા હતા. પોલીસે રૂપિયા 34,600નો વિદેશી દારૂ અને 5 લાખની સ્કોર્પિયો મળી 5 લાખ 34 હજાર 600નો મુદ્દામાલ કબજે લઈને તલોદ પોલીસને સોંપ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત