Homeગુર્જર નગરીગુજરાતમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત !

ગુજરાતમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા રમતા મોત !

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ક્રિકેટ રમતા રમતા વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. મોરબીના હળવદના માંયાપુર ગામના અશોક કંઝારીયાનું ક્રિકેટ રમ્યા બાદ મૃત્યુ થયું છે. મોરબીના લજાઈ ગામ પાસે ગત રાત્રીના ક્રિકેટ રમવા આવ્યા હતા. ગુજરાત સરકારના પંચાયત ગૃહ ગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26 થી 31 માર્ચ દરમિયાન સ્વ.બળવંત રાય મહેતાના સ્મરણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ રહી હતી. આ દરમિયાન પ્રેક્ટિસ મેચમાં અશોક કંઝારિયાનું મોત થયું છે. ક્રિકેટ રમતા રમતા યુવકના મોતથી હળવદ પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

મહત્વનું છે કે, દર વર્ષે યોજાતી 31મી સ્વ.. બળવંત મહેતા ટોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આગામી 26મી માર્ચે રાજકોટ મુકામે કરવામાં આવ્યું હતુ. જે અનુસંધાને મોરબી જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમનો પ્રેક્ટિસ કેમ્પ મોરબી પાસે આવેલી લજાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યો હતો.

આ દરમિયાન હળવદ તાલુકાના યુવા ક્રિકેટર પ્રેક્ટિસ દરમિયાન અચાનક વોમિટ અને છાતીમાં દુખાવો ઉપાડતા તાત્કાલિક બાજુની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવકને બ્લડ પ્રેસરની તકલીફ હતી.

અશોકભાઈ.બી.કણઝરીયા હળવદ તાલુકાના માથક સેજામાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેમના મૃત્યુના સમાચાર મળતા તેમના પરિવાર અને હળવદ ક્રિકેટ પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મોરબીમા ક્રિકેટ રમતા યુવકનું મોત થતાં જ ક્રિકેટ રસિયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે, મૃતક હળવદનાં માંયાપુર ગામના અશોક કંઝારીયા નું ક્રિકેટ રમતાં જ મોત થયું હતું કે રોજિંદા ક્રિકેટ રમતા હતા અને એક સારા પ્લેયર પણ હતા.

આ દુર્ઘટના બાદ ગુજરાત સરકારના પંચાયત ગૃહગામ નિર્માણ ગ્રામ વિકાસ દ્વારા આગામી 26થી 31 માર્ચ દરમ્યાન યોજાનાર સ્વ.બળવંત રાય મહેતાનાં સ્મરણાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રદ કરીને 15 એપ્રિલનાં રોજ રખાઈ છે. આ સાથે જ મેડિકલ ટેસ્ટ કર્યા બાદ જ ક્રિકેટમાં ઉતારવા ખેલાડીઓને ઉતરવા જીલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments