Homeવિશેષતમારી ગર્લફ્રેન્ડ વોટ્સએપ પર કોની સાથે કરે છે વધુ વાતો ? વોટ્સએપ...

તમારી ગર્લફ્રેન્ડ વોટ્સએપ પર કોની સાથે કરે છે વધુ વાતો ? વોટ્સએપ પોતે જ ખોલશે રાજ, આસાન છે આ રીત

Team Chabuk-TeaCh Desk: વોટ્સએપ પર એક સેટિંગ છે જેના દ્વારા એ ચેક કરી શકાય છે કે વોટ્સએપ પર સૌથી વધુ વાતચીત ક્યાં ચેટમાં થઈ છે. વોટ્સએપનો ઉપયોગ આપણે બધા વર્ષોથી કરીએ છીએ પરંતુ તેના પર ઘણા એવા ફીચર્સ છે જેની ખબર દરેકને નથી હોતી.

બધા વોટ્સએપ પર દિવસભર લોકો સાથે ચેટ કરતા હોય છે
વોટ્સએપ પર સૌથી વધુ વાતચીત ક્યાં ચેટમાં થઈ તે જાણી શકાય
ડેટા અને સ્ટોરેજ પર ક્લિક કરશો તો તમે કોન્ટેક્ટ્સ લિસ્ટ જોઈ શકશો

વોટ્સએપનો ઉપયોગ આપણે બધા વર્ષોથી કરીએ છીએ પરંતુ તેના પર ઘણા એવા ફીચર્સ છે જેની ખબર દરેકને નથી હોતી. વોટ્સએપ આપણા બધાની લાઈફલાઈનની જેમ બની ગયું છે અને તેના વગર કલ્પના કરવી મુશ્કેલ છે. વોટ્સએપ પર દિવસભર લોકો સાથે એટલી બધી વાતો થાય છે કે તેઓ કોની સાથે સૌથી વધુ વાત કરે છે તે જણાવવું પણ શક્ય નથી.

ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણા ઘરમાં આપણો પાર્ટનર (ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ અથવા પતિ કે પત્ની) દિવસભર સતત ફોન પર રહે છે. મિત્રોનું જ ઉદાહરણ લઈ લો જેઓ બધાની વચ્ચે રહીને પણ ફોન પર વાત કરતા રહે છે. આ સ્થિતિમાં ઘણી વખત મનમાં વિચાર આવે છે કે આખરે તે ફોનમાં શું જોતા હોય છે અથવા વોટ્સએપ પર કોની સાથે સૌથી વધુ ચેટ કરે છે.

અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ પર એક સેટિંગ છે જેના દ્વારા એ ચેક કરી શકાય છે કે વોટ્સએપ પર સૌથી વધુ વાતચીત ક્યાં ચેટમાં થઈ છે. આવો જાણીએ સ્ટેપ્સ. સ્ટેપ 1- સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો. સ્ટેપ 2- ત્યારબાદ Settings પર ટેપ કરો. સ્ટેપ 3- પછી Data and Storage usage પર જાઓ.

સ્ટેપ 4- તમે ડેટા અને સ્ટોરેજ પર ક્લિક કરશો તો તમે કોન્ટેક્ટ્સ લિસ્ટ જોઈ શકશો. તે તમારી સામે રેન્કિંગ અનુસાર દેખાશે જેમાં સૌથી વધુ વાત થઈ છે. ઉદાહરણ તરીકે જે સૌથી પહેલી ચેટ હશે, તેને જોઈ સમજી શકાય કે તેની સાથે વધારે વાતચીત થઈ છે, કારણ કે તેમાં કંઝ્યૂમ થયેલો ડેટા તમારી સામે ચેટ નીચે લખેલો હશે.

સ્ટેપ 5- તમે યૂઝરના નામ પર ક્લિક કરીને તમારા અને યૂઝર વચ્ચે શેર કરેલા ટેક્સ્ટ, સ્ટીકર્સ, તસવીરો, વીડિયોની સંખ્યા પણ જાણી શકો છો. સ્ટેપ 6- અહીંથી તમે સ્ટોરેજ ક્લિયર પણ કરી શકો છો અને સ્પેસ બચાવી શકો છો.

જરુરી વાત- આ ફીચર એટલા માટે આપવામાં આવ્યું છે કે જેથી સ્ટોરેજને મેનેજ કરી શકાય. જો કે અહીંથી એ પણ જાણી શકાય છે કે કોની સાથે સૌથી વધુ વાતચીત થઈ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments