Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી મોદીએ (Prime Minister Narendra Modi) ગાંધીનગરમાં (Gandhinagar)ડિફેન્સ એક્સ્પો 2022નું (Defense Expo 2022) ઉદ્ઘાટન કર્યુ છે. આ પ્રદર્શનમાં ભારતીય સેનાનું પરાક્રમ, શૌર્ય, હિંમત અને હાઈટેક શસ્ત્રોને ગુજરાતની પ્રજા નજીકથી નિહાળી શકશે.
ગુજરાતમાં ડિફેન્સ એકસ્પોનું 18થી 22 ઓક્ટોબર સુધી આયોજન કરાયું છે. સાથે જ ગાંધીનગરથી જ 52 વિંગ એરફોર્સ સ્ટેશન ડીસાનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો છે. તો ડીસા એર બેઝના શિલાન્યાસ સાથે જ વડાપ્રધાને પાકિસ્તાનને પડકાર આપ્યો છે. વડાપ્રધાને કહ્યુ કે, ડીસામાં વાયુસેના રહેશે તેથી પશ્વિમ સીમા પર સારી રીતે જવાબ આપીશુ. જે ભારત-પાકિસ્તાન સરહદથી 130 કિમી દૂર આવેલું છે, જો પશ્ચિમી સીમા પર કોઇપણ દુ:સાહસ કરવામાં આવશે તો વાયુસેના તેનો જડબાતોડ જવાબ આપશે.
પ્રધાનમંત્રી મોદીએ ડિફેન્સ એક્સ્પોને ખુલ્લો મુકતા કહ્યું કે, દેશના વડાપ્રધાન અને આ ધરતીના પુત્ર તરીકે પણ આ ડિફેન્સ એકસ્પો ખુબ જ ગૌરવની વાત છે. ડિફેન્સ એક્સપો પહેલા પણ થયા છે. પણ ડિફેન્સ એક્સપો અનોખો છે. કેમકે તેમાં માત્ર ભારતની જ કંપની ભાગ લઈ રહી છે.
મહત્વનું છે કે, 22 તારીખ સુધી ડિફેન્સ એક્સ્પો ચાલવાનો છે. જેમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્ર્ટ ખાતે રોજ સાંજે એર શૉનું આયોજન કરાયું છે. જેમાં ભારતીય વાયુસેનાના જવાનો દિલધડક કરતબો કરી લોકોને ચોંકાવી રહ્યા છે. સેનાના જાંબાઝ જવાનો સ્કાય ડાયવિંગ, રેસ્ક્યૂ તેમજ અલગ અલગ પ્રવૃત્તિથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો