Homeતાપણુંકોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા મલ્લિકાર્જુન ખડ઼ગે, 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના...

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા મલ્લિકાર્જુન ખડ઼ગે, 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના નેતા અધ્યક્ષ બન્યા

Team Chabuk-National Desk: કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગે 7897 મતોથી જીત્યા, શશિ થરૂરને લગભગ 1000 મત મળ્યા છે. મલ્લિકાર્જુનને થરૂર કરતાં 8 ગણાં વધુ મત મળ્યા છે. કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના અધ્યક્ષ મળ્યા છે. રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને જીત બદલ અભિનંદન પાઠવ્યા છે સાથે જ કહ્યું હતું કે, હવે મારો રોલ મલ્લિકાર્જુન ખડગે જ નક્કી કરશે.

17 ઓક્ટોબરે મતદાન બાદ તમામ બૂથ પરથી મતપેટીઓ AICCની ઓફિસે મગાવી લેવામાં આવી હતી. બુધવારે મતગણતરી શરૂ થતાં પહેલાં મતપત્રોને ભેગાં કરી દેવામાં આવ્યા હતા. જેથી કયા ઉમેદવારને કયા રાજ્યમાં કેટલા વોટ મળ્યા છે એની ખબર ન પડે. આ પછી મતોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. ત્યારબાદ 50-50 મતો બનાવીને ગણતરી આવી હતી.

કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી(CEA)એ ચૂંટણીમાં 36 મતદાન મથક પર 67 બૂથ બનાવ્યા હતા. સૌથી વધુ 6 બૂથ UPમાં હતાં. દર 200 પ્રતિનિધિ માટે એક બૂથ હતો. ભારત જોડો યાત્રામાં સામેલ રાહુલ ગાંધી સહિત 47 પ્રતિનિધિએ કર્ણાટકના બેલ્લારીમાં મત આપ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments