Team Chabuk-Gujarat Desk: પોરબંદર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં વાયરલેસ પીએસઆઈ જે.જે જોગદિયાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. તેમજ ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. ગાંધીનગરથી પોરબંદર પરત આવતી વખતે પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. પીએસઆઈ જે.જે જોગદિયાનું મોત થતા પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
કુતિયાણા નજીક પશુને બચાવવા જતા પોલીસ બોલેરો પુલના ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોરબંદરના વાયરલેસ PSI જે.જે. જોગદિયાનું નિધન થયું છે. જ્યારે બોલેરો ચલાવી રહેલા કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા ગંભીર રીતે ઘવાતા ICUમાં સારવાર હેઠળ છે.
મળેલી વિગત મુજબ પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયા(ઉ.વ.34) અને કોન્સ્ટેબલ કિશનભાઈ મકવાણા પોલીસ ખાતાના સરકારી કામે ગાંધીનગરથી પોરબંદર પરત આવતા હતા. આજે વહેલી સવારે હાઇવે ઉપર કુતિયાણા નજીક કોઈ પશુને બચાવવા જતા બોલેરો ડિવાઈડર સાથે અથડાઈ ગયો હતો. જેમાં ઘવાયેલા PSI જોગદિયા પોરબંદર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા છે. અને કિશનભાઈની ICU માં સારવાર ચાલે છે.
પીએસઆઈ જેસીંગભાઈ જેઠાભાઈ જોગદિયાનો જન્મ 17/2/1988ના રોજ થયો હતો. તેઓ દલિત પરિવારમાંથી આવતા હતા. તેઓએ પોતાના વતનમાં રાજુલામાં દલિત વિદ્યાર્થીઓ માટે શિક્ષણને લઈ પ્રશંસાનીય કામગીરી કરી હતી. પોલીસ વિભાગમાં પણ કર્મનિષ્ઠ અધિકારીની છાપ ધરાવતા હતા. તેમના મૂળ વતન છેલણાં (અમરેલી) ખાતે અંતિમક્રિયા કરાશે. આ બનાવના પગલે પોલીસ બેડામાં શોક છવાયો છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ