Team Chabuk-Gujarat Desk: વંદે ભારત એક્સપ્રેસ ફરી એકવાર અકસ્માતનો ભોગ બની છે અને ફરી એકવાર ટ્રેનને નુકાસન પહોંચ્યું છે. વલસાડના વાપી અને સંજાણની વચ્ચે વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. મુંબઈ તરફ જતી ટ્રેનને સંજાણ થોભાવી હતી. સામાન્ય મરામત કરીને ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી. જો કે, કઈ રીતે અકસ્માત નડ્યો એની સત્તાવાર કોઈ જાણ નથી. પરંતુ પશુ વચ્ચે આવી જતા અકસ્માત થયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હોય. આ પહેલા પણ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. જે વખતે ટ્રેનના આગળના ભાગને નુકસાન પણ થયું હતું.
મહત્વનું છે કે, લીલી ઝંડી અપાયા બાદ (Vande Bharat) વંદે ભારતને ચારથી વધુ વાર અકસ્માત નડી ચુક્યો છે. પહેલી વાર મણિનગર સ્ટેશન પાસે ટ્રેક પર ભેંસ આવી જતા દુર્ઘટના બની હતી. જે બાદ સમારકામ કરીને ગાડી પાટે દોડાવવામાં આવી હતી. તો આ દુર્ઘટનાના બીજા જ દિવસે કણજરી અને આણંદ સ્ટેશન વચ્ચે ગાય સાથે ટ્રેનની ટક્કર થઈ હતી. અને હવે વલસાડમાં ગાય અથડાય છે.
ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં જ (Vande Bharat) વંદે ભારત ટ્રેનનો અકસ્માત નડ્યો હતો. વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું. વંદેભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઇ રહી હતી. ત્યારે જ અમદાવાદનાં મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. ત્યારે આ ઘટના બાદ અધિકારઓએ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી.
આ અકસ્માતના સતત બીજા દિવસે (Vande Bharat) વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું હતું. (Vande Bharat) વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનના ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાઈ હતી. ત્યારબાદ આણંદમાં એક મહિલા ટ્રેનની અડફેટે આવી હતી જેમાં તેનું મોત થયું હતું. બીજી તરફ ટ્રેક પર રખડતા પશુઓ આવી જતાં ફરી એકવાર સવાલો ઉઠ્યા છે અને ટ્રેક પર પશુઓ ન આવે તેવી વ્યવસ્થા કરવા માગણી ઉઠી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત