Team Chabuk-Gujarat Desk: કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 7 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સથી યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલ સહિત કુલ 7 રાજ્યોના આરોગ્ય મંત્રીઓ, આરોગ્ય સચિવ હાજર રહ્યા હતા.
મનસુખ માંડવિયાએ આ તમામ રાજ્યોમા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ , ત્રીજી લહેર સામે રાજ્યોની સજ્જતા સતર્કતા અને તૈયારી વિશે આકલન કર્યું હતું.
વીડિયો કોન્ફરન્સમાં મનસુખ માંડવિયાએ આ તમામ રાજ્યોમાં કોરોના સંલગ્ન દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરાવવા, કોરોના અનુરૂપ વ્યવહારને વધુ સુચારુ બનાવવા , કોરોના રસીકરણને વેગવંતુ બનાવવા જેવા કોરોના સંલગ્ન વિવિધ મુદ્દાઓના અસરકારક અમલીકરણ કરાવવા પર ભાર મૂક્યો હતો.
મનસુખ માંડવિયાએ દાવો કર્યો હતો કે, કેન્દ્રીય આરોગ્ય વિભાગ આ તમામ રાજ્યોની કોરોના સંદર્ભે માળખાગત સુવિધાઓ, દવાઓના અને રસીના જથ્થા સહિતની તમામ જરૂરિયાતને સત્વરે પૂરી કરવા માટે સજ્જ છે.
તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કાર્યરત વેક્સિનેશન ડ્રાઇવ, આઇ.સી.યુ. બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની ઉપલબ્ધતા, ટ્રેસિંગ, ટ્રેકિંગ અને જરૂરિયામંદ કેસોમાં આઇસોલેશન, હોસ્પિટલોમાં દવાઓનો, રસીનો જથ્થો, સારવાર માટે માળખાકીય સુવિધાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે જ ગુજરાત ત્રીજી લહેર સામે સજજ્ હોવાનું પણ જણાવ્યું હતું.
રાજ્યમાં નોંધાઇ રહેલા કોરોના-ઓમિક્રોનના કેસોમાંથી 96 ટકાથી વધુ દર્દીઓ હોમ આઇસોલેસનમા સારવાર હેઠળ છે તેમજ અત્યારે નોંધાઈ રહેલા કોરોના ગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલાઇઝેશન અને ક્રિટિકલ કેર દર ખૂબ જ નીચો હોવાનું પણ મંત્રીએ કહ્યું હતું.
ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર દ્વારા હોમ આઇસોલેસનના કોરોનાગ્રસ્ત દર્દીઓને ટેલીમેડિસીન, ધન્વંતરી રથ અને સંજીવની રથ દ્વારા ધરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલી સારવારના અભિગમથી પણ કેન્દ્રીય મંત્રીને અવગત કરાવ્યા હતા.
આ કોન્ફરન્સમાં દરેક રાજ્યમાં 15 થી 18ના તરૂણો, 60થી વધુ વયના વયસ્કો, હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વોરિયર્સના રસીકરણ અભિયાનને વેગવંતુ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ESRP-2.0.પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું હતું જે દરેક રાજ્યની કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત