Homeગુર્જર નગરીભૂપેન્દ્ર પટેલ સરકાર પહેલી ‘પરીક્ષા’માં નાપાસ, જૂનિયર ક્લાર્કનું પેપર લીક, પરીક્ષા મોકૂફ

ભૂપેન્દ્ર પટેલ સરકાર પહેલી ‘પરીક્ષા’માં નાપાસ, જૂનિયર ક્લાર્કનું પેપર લીક, પરીક્ષા મોકૂફ

Team Chabuk-Guajrat Desk: રાજ્યમાં વધુ એક પેપર ફૂટ્યું છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. સવારે 11થી 12 કલાક દરમિયાન યોજાવાની હતી પરીક્ષા. પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી પ્રશ્નપત્રની નકલ મળી આવતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

મહત્વનું છે કે, અલગ-અલગ જિલ્લામાંથી ઉમેદવારો પોતાના કેન્દ્ર પર પહોંચી ગયા હતા. કેટલાક ઉમેદવારો રસ્તામાં હતા. કોઈ બસમાં તો કોઈ પોતાના ટુ વ્હીલરમાં ઠરતા ઠરતાં એક શહેરમાંથી બીજા શહેરમાં પહોંચ્યા હતા. આવા સમયે પરીક્ષા મોકૂફ રહેવાની માહિતી મળતા ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો હતો.

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.

પેપર ફૂટતા કોંગ્રેસે સરકાર પર સવાલો ઉઠાવ્યા.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકારને આડેહાથ લીધી. તેમણે કહ્યું કે, પેપર નહીં પરંતુ ઉમેદવારોની કિસ્મત ફૂટી છે.

આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંંહ જાડેજાએ સરકાર પર પ્રહાર કર્યા હતા.

ઉમેદવારો ફ્રીમાં એસ.ટીમાં મુસાફરી કરી શકશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ઉમેદવારો માટે જાહેરાત કરવામાં આવી છે કે, આ પરીક્ષા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી તેમના મૂળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી બસમાં વિનામૂલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવાર પોતાનો અસલ પ્રવેશ પત્ર/હોલ ટિકિટ અને અસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments