Homeગુર્જર નગરીજૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ખુલાસો, આ જિલ્લામાંથી થયું પેપર લીક

જૂનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ખુલાસો, આ જિલ્લામાંથી થયું પેપર લીક

Team Chabuk-Gujarat Desk: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જૂનિયર ક્લાર્કના પેપર લીક મામલે મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વડોદરાના એક ટ્યૂશન ક્લાસિસમાંથી પેપર ફરતું થયું છે. જો કે, આ ક્લાસિસમાં પેપર ક્યાંથી આવ્યું તેને લઈને તપાસ ચાલું છે. આ કેસમાં વધુ 12 શખ્સોની અટકાયત કરી લેવાઈ છે.

વડોદરાના ટ્યૂશન ક્લાસિસમાંથી પેપર ફૂટ્યું હોવાનો ખુલાસો થયો છે. આ મામલે 12 લોકોની અટકાયત કરાઈ છે અને તેની પૂછપરછ શરૂ કરાઈ છે. અટકાયત કરાયેલા લોકોમાં ટ્યૂશન સંચાલક તેમજ કેટલાક ઉમેદવરો છે જે પરીક્ષા આપવાના હતા.

મહત્વનું છે કે, ગુજરાત ATSએ અગાઉ એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી જેની પાસેથી પેપર મળ્યુ હતું. ધરપકડ કરાયેલા શખ્સની આકરી પૂછપરછમાં આરોપીએ અન્ય લોકોના નામ આપ્યા હતા. જેના આધારે વડોદરામાંથી વધુ 12 શખ્સોની અટકાયત કરી લેવાયા છે.

બોર્ડના સભ્ય રાજીકા કચેરિયાએ મોટો દાવો કર્યો હતો. કચેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બહારની ટોળકીએ પેપર ફોડ્યું છે. પોલીસ વિભાગે એક શખ્સને ઝડપ્યો છે. કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવા માગતા નથી. તમામ જવાબદાર લોકોને દંડ મળશે. પોલીસે એક શખ્સની ધરપકડ કરતા ખુલાસો થયો છે. પોલીસ તપાસ બાદ સમગ્ર મામલો બહાર આવશે. ગેરસમજ ન થાય તે માટે પરીક્ષા રદ કરાઈ છે. સરકારને આ જગ્યા ભરવાની છે, ફરીથી પરીક્ષા યોજાશે. લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે. પેપર ધરાવતા લોકોની ભરતી થવાની નથી. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments