Homeગુર્જર નગરીતારીખ 21,22,23 જાન્યુઆરીએ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

તારીખ 21,22,23 જાન્યુઆરીએ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

Team Chabuk-Gujarat Desk: છેલ્લા અઠવાડિયે ઠંડીએ માજા મૂકી હતી. ટૂંટીયું વળીને ગોદળામાં પડી રહેવું પડે એવા દિવસો આવ્યા હતા. જોકે હવે ઠંડીની તીવ્રતામાં તાપમાનમાં વૃદ્ધિ થતા ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે કે આગામી અઠવાડિયે મહત્તમ તાપમાન ચાર ડિગ્રી થતા ઠંડીમાં ઘટાડો જોવા મળશે અને રાહત મળશે.

શિયાળામાં ચોમાસુ!

સમસ્યા ઠંડીની નથી પણ આવનારા અઠવાડિયે હવામાન વિભાગે જે આગાહી કરી છે તેની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તારીખ 21 અને 22મી જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય 23મી જાન્યુઆરીના રોજ વડોદરા, દાહોદ અને પંચમહાલમાં પણ હળવા ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  

ક્યાં ક્યાં પડશે વરસાદ?

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર દિવ-દમણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આવતીકાલે વીસમી જાન્યુઆરીના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છમાં ઝાપટ સાથે મેઘરાજાની પધરામણી થવાની છે. 21મી જાન્યુઆરીના રોજ દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 23મી જાન્યુઆરીના રોજ પંચમહાલ, દાહોદ, ભરુચ, છોટાઉદેપુર, સુરત, વડોદરામાં હળવો વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે.

પાકને નુકસાન થવાની ભીતિ

કમોસમી વરસાદના કારણે રાજ્યના રવી પાકને નુકસાન થવાની ભીતી સેવવામાં આવી રહી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જેથી હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય આવનારા ફેબ્રુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદની શક્યતા રહેલી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments