Homeગામનાં ચોરેમેક્સિકોની બેવફા સનમ: યુવાને ગર્લફ્રેન્ડની માતાની જિંદગી બચાવવા તેને એક કિડની આપી,...

મેક્સિકોની બેવફા સનમ: યુવાને ગર્લફ્રેન્ડની માતાની જિંદગી બચાવવા તેને એક કિડની આપી, બદલામાં ગર્લફ્રેન્ડે કોઈ બીજા સાથે લગ્ન કરી લીધા

Team Chabuk-International Desk: સિગ્મંડ ફ્રોઈડનું વિધાન છે, ‘એક મહાન પ્રશ્ન જેનો ઉત્તર કોઈ દિવસ નથી આપવામાં આવ્યો અને સ્ત્રીઓ પર મારી ત્રીસ વર્ષની શોધક્રિયા છતાં જેનો જવાબ હું નથી આપી શક્યો : એક સ્ત્રીને જોઈએ છે શું?’ આ વિધાનને યથાર્થ ઠેરવતી એક સત્ય ઘટના બની છે. એક યુવકે પોતાની ગર્લફ્રેન્ડની માતાને કિડનીની જરૂરિયાત હોય કિડનીનું દાન કર્યું હતું, પરંતુ ગર્લફ્રેન્ડે એ યુવકની સાથે પરણવાની જગ્યાએ કોઈ અન્ય સાથે પ્રભુતામાં પગલાં પાડી દીધા હતા અને યુવકનું જીવન છિન્નભિન્ન કરી નાખ્યું હતું.

બાઝા કેલિફોર્નિયાના અને મેક્સિકોમાં રહેતા ઉજીલ માર્ટિનેઝે પોતાની આ વ્યથા ટીકટોક વીડિયો મારફતે શેર કરી હતી. તેણે એ વાતની કબૂલાત કરી હતી કે તેણે પોતાની ગર્લફ્રેન્ડની માતાનું જીવન બચાવવા માટે તેને પોતાની કિડની આપી દીધી. તેની માતાનું ઓપરેશન થયાના એક મહિના બાદ જ ગર્લફ્રેન્ડે બેવફાઈ કરતા યુવકને તરછોડી કોઈ અન્ય સાથે વેવિશાળ કરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. ભૂતપૂર્વ પ્રેમિકા દ્વારા સૌથી ખરાબ અનુભવ નામે શેર થઈ રહ્યો છે.

આ ક્લિપને 14 મિલિયન વ્યૂ મળી ચૂક્યા છે. આ સમાચારમાં શું ખાસ છે? એવું જો તમને લાગતું હોય તો જાણી લો કે મેક્સિકોમાં આ વીડિયોએ નેશનલ હેડલાઈન બનાવી છે. નેટિઝન્સ પીડિત વ્યક્તિ માટે પોતાની સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે અને તેને જેન્ટલમેનમાં ખપાવી રહ્યા છે. એક અન્ય વીડિયોમાં આ વ્યક્તિ પોતાની પૂર્વ પ્રેમિકાને સંબોધિને કહે છે કે, અમે મિત્ર નથી પણ અમે શત્રુ પણ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments