Team Chabuk-Gujarat Desk: રાજ્યભરમાં ચોમાસાનો માહોલ બંધાઈ રહ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસમાં વરસાદી વાતાવરણ જોવા મળશે. જો કે વધુ બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 જૂન તેમજ 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અનેક દરિયા કાંઠા તોફાની બન્યા છે. જેથી રાજ્યના 11 બંદરો પર 3 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયુ છે.
હવામાન વિભાગના જણાવ્યા, આગામી 30 જૂનથી 2 જુલાઈ સુધીના ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. તાપી, નવસારી, ડાંગ, નર્મદા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે. હાલ માછીમારો અને બંદરો માટે કોઇ ચેતવણી નથી. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે, સામાન્ય વરસાદ આવી શકે છે.
તો બીજી તરફ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, હવે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. આ વર્ષે વાવણી લાયક સારો વરસાદ પડશે. જેમાં હાલ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી કરાઈ છે. તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધશે તેવુ તેમનુ કહેવુ છે.
વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે. જેને કારણે અનેક બંદરો પર સિગ્નલ લગાવી દેવાયા છે, તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અત્યારે દ્વારકામાં તેજ પવન સાથે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. ભડકેશ્વર મંદિર, લાઇટ હાઉસ સહિતના વિસ્તારોમાં દરિયા કિનારે 10 થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા. હવામાન ખાતા દ્વારા આગાહી મુજબ, તેજ પવન સાથે દરિયો ગાંડોતુર જોવા મળ્યો. ભડકેશ્વર મહાદેવ મંદિર પર સહેલાણીઓ સમુદ્રની મોજ માણતા જોવા મળ્યા.
ગુજરાતના અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકવાની શક્યતાઓને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા કલેક્ટર દ્રારા માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી છે. તો મુલાકાતીઓને પણ દરિયા કિનારાથી દૂર રહેવાના સૂચના અપાઈ છે. જેને લઈને વલસાડના સુપ્રસિદ્ધ તિથલ બીચ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે સહેલાણીઓ દરિયાના નજીક ન જાય તે માટે પોલીસ પેટ્રોલિંગ અને બેરીકેટિંગ કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા 28 થી 1 તારીખ સુધી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. જિલ્લા કલેક્ટર નરેન્દ્રસિંહ રાજપૂત દ્વારા તમામ અધિકારીઓને પોતાના હેડ કોટર ના છોડવાના આદેશ કર્યા છે. સાથે જ તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
