Homeગુર્જર નગરીઓપરેશન ચીકલીગર ગેંગઃ સુરત ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ગેંગના બે સાગરિતોને ઝડપ્યા,...

ઓપરેશન ચીકલીગર ગેંગઃ સુરત ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ગેંગના બે સાગરિતોને ઝડપ્યા, ઈકો કાર ઉપર વરસાવ્યા દંડા

Team Chabuk-Gujarat Desk: સુરત શહેર અને જિલ્લામાં આતંક મચાવનાર અને પોલીસ માટે માથાનો દુઃખાવા સમાન બનેલી ચીકલીગર ગેંગના સાગરિતોને ઝડપવામાં પોલીસને સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે ચીકલીગર ગેંગના સાગરિતોને ઝડપી પાડ્યા છે. અનેક વખત પોલીસને ચકમો આપીને ફરાર થવામાં સફળ થનાર ચીકલીગર ગેંગનો ત્રાસ સમગ્ર સુરત જિલ્લામાં હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે ચોક્કસ બાતમીના આધારે બારડોલી નજીક ઓપરેશન હાથ ધરીને ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરિતોને ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે ઈકો કારમાં ચીકલીગર ગેંગના સાગરિતો બારડોલી નજીક પસાર થવાના છે. જે ઈકો કારમાં તે પસાર થવાના હતા તે ઈકો કાર આવતાની સાથે જ ક્રાઇમ બ્રાન્ચની આખી ટીમ કાર ઉભી રાખીને તેના ઉપર દંડા લઈને તૂટી પડ્યા હતા. 12 જેટલા પોલીસકર્મીઓ લાકડાના ફટકા વડે કાર પર મારવાનું શરૂ કરી દીધું હતું.

ઈકો કારમાં બેઠેલા ચીકલીગર ગેંગના બે સાગરિતોએ પોલીસના દંડા પડતાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે આ વખતે બરાબર બંદોબસ્ત ગોઠવીને રોડની એક સાઈડ કારનો કાફલો અને બીજી સાઈડ જેસીબી રાખી દીધું હતું. ઈકો કાર ભગાવતા કાર જેસીબી સાથે અથડાઈ હતી અને કાર ત્યા જ ફસાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસે ચીકલીગર ગેંગના બે સાગરિતોને કારમાંથી ઉતારી ધરપકડ કરી હતી.

ચીકલીગર ગેંગની મોડસ ઓપરેન્ડી ખુબ જ અલગ પ્રકારની હતી. તે શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતા હતા અને તે જ વાહનોનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આ સાથે વાહન ચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. ચીકલીગર ગેંગના સાગરિતો સુરત શહેર સહીત સુરત જિલ્લામાં રાત્રિ ઘરફોડ, ધાડ, ધાડની કોશિશ અને હત્યાના પ્રયાસ સહિત અનેક ગુનામાં સંડોવાયેલા છે. જોકે આરોપીની ધરપકડ બાદ અનેક ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે. ચીકલીગર ગેંગમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાતના શખ્સો હોવાથી આ વિસ્તારોમાં પણ આ લોકોએ ગુના કર્યા હોવાની શક્યતા નકારી શકાતી નથી.

2014થી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે બાતમી મળતા ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલસિંગ ઝડપાઈ ગયો હતો. આ ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલકત અને શરીર સંબંધી 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જોવા મળતો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલો કરીને આ આરોપી ફરાર થઈ ગયો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments