Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી મેઘરાજાએ રિ-એન્ટ્રી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. તો આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર સહિતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગનું માનીએ તો સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદને મેઘરાજા ઘમરોળી શકે છે. જ્યારે આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શકયતાના પગલે એક દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી 24 કલાકમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે.. હવામાન વિભાગે દક્ષિણ અમદાવાદમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ વરસ્યો. શહેરના પૂર્વ વિસ્તાર- નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ,અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. અમદાવાદ શહેરમાં બપોરે 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીમાં એક કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પડ્યો હતો.
મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ વરસ્યો. વાપીમાં 3 ઈંચ, વલસાડમાં, અઢી ઈંચ, કપરાડામાં અઢી ઈંચ, પારડીમાં બે ઈંચ, વડોદરામાં પોણો ઇંચ, લખપતમાં એક ઈંચ, વાલોદમાં એક ઈંચ, બારડોલીમાં એક ઈંચ, વાઘોડિયામાં અને કપડવંજમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો.
રાજ્યમા ડેમની સ્થિતિ પર નજર કરીએ તો હાલ 207 ડેમોમાં 84.44 ટકા જળસંગ્રહ થયું છે. ગુજરાતમાં 64 ડેમ ઓવરફ્લો થયા છે. 100 ટકા ભરાયેલા ડેમમાં સૌરાષ્ટ્રના 34, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતના 3 ડેમ સામેલ છે. રાજ્યમાં હાલ કુલ 98 ડેમ હાઈએલર્ટ પર છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં 73.84 ટકા અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 93.39 ટકા પાણીનો સંગ્રહ થયો છે. મહત્વનું છે કે,રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. કુલ 122 તાલુકામાં 20થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 62 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના માત્ર એક તાલુકામાં જ 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા