Team Chabuk-Gujarat Desk: રાજકોટના મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી રેગિંગનો શિકાર બન્યો છે. મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાથે હોસ્ટેલમાં જ રહેતા સાથી 5 વિદ્યાર્થીઓ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાનો આરોપ છે. એટલું જ નહીં આરોપી વિદ્યાર્થીએ પીડિત વિદ્યાર્થી સાથે કૃરતાની તમામ હદો પણ વટાવી દીધી.
આરોપી વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી ગુદાના ભાગે મધ અને સેનિટાઇઝર લગાવી બ્રશ તેમજ પેન્સિલ ખોંસી દીધા હોવાનો દાવો છે. વિદ્યાર્થીની તબિયત લથડતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પોલીસે આ કૃત્ય આચરનારા 3 વિદ્યાર્થીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વિદ્યાર્થી જ્યારે નાહવા ગયો હતો એ સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ કરી 3 ઓપ્શન આપવામાં આવ્યા હતા. આરોપી વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થીને કહ્યું હતું કે, ‘તું મરીજા’, ‘અંગ વાઢી નાખ’ અથવા ‘હોસ્ટેલમાંથી કૂદકો મારી દે’.
મહત્વનું છે કે, થોડા સમય પહેલાં પણ મારવાડી યુનિવર્સિટી વિવાદમાં આવી હતી. થોડા સમય પહેલાં પણ એક વિદ્યાર્થીએ હોસ્ટેલમાંથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. જેને લઈને સવાલ ઉઠ્યા છે કે શું આ વિદ્યાર્થીને પણ આરોપીઓએ બ્લેકમેઈલ કર્યો હતો ? તો બે મહિના પહેલાં પણ એક વિદ્યાર્થીએ ગળેફાંસો લગાવી આત્મહત્યા કરી હતી જે મુદ્દે પણ સવાલ ઉઠ્યા છે. સાથે જ તમામ કેસમાં યોગ્ય તપાસની પણ માગણી ઉઠી છે.
આ પહેલાં મારવાડી યુનિવર્સિટીમાં ક્લાસરૂમની અંદર એક યુવક-યુવતી કિસ કરતા હોય તેવો વીડિયો પણ વાઇરલ થયો હતો. આ સિવાય બેન્ચ પર બેસવા બાબતે બે વિદ્યાર્થિની અપશબ્દો બોલી એકબીજાને માર મારતી હોવાનો પણ વીડિયો વાયરલ થયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત