Team Chabuk-Sports Desk: ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. ફેન્સ T20 World Cupમાં ભારતીય ટીમની મેચોની રાહ જોઈ રહ્યા છે. તો ટીમ ઈન્ડિયા પણ મેચ જીતવા તન તોડ મહેનત કરી રહી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલે (World Cup Song) વર્લ્ડ કપ સોંગ શેર કર્યું છે. વીડિયોમાં ચહલ વર્લ્ડ કપની તૈયારી કરતો નજરે પડે છે. નેટમાં તે તનતોડ મહેનત કરી રહ્યો છે. જે બાદ મેદાનમાં આવીને સાથીઓને મળે છે. ચહલના ફેન્સ તેની મહેનત અને આ સોંગ પર મન મુકીને લાઈકનો વરસાદ વરસાવી રહ્યા છે. સાથે જ વર્લ્ડ કપ માટે શુભકામનાઓ આપી રહ્યા છે.
તો બીજી તરફ ચહલની પત્ની ધન શ્રીએ પણ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વર્લ્ડ કપના આ સોંગ પર ડાન્સ કરતી નજરે પડે છે. આ દરમિયાન તે ભારતની જર્સીમાં જોવા મળી રહી છે.
ભારતીય ટીમ આમ તો પ્રેક્ટિસ માટે લાંબા સમયથી ઓસ્ટ્રેલિયામાં છે. 23 ઓક્ટોબરે ભારતીય ટીમ પાકિસ્તાન સામે T20 World Cup 2022ની પહેલી મેચ રમશે.
આ છે ટીમના સભ્યો
રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ.રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, દીપક હૂડા, અક્ષર પટેલ, ભૂવનેશ્વર કુમાર, આર.અશ્વિન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડ બાય ખેલાડી
શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, મોહમદ સિરાજ, શાર્દુલ ઠાકુર