Homeગુર્જર નગરીરાજકોટમાં દાદાગીરી: 320 ક્વાર્ટરના બાપ છીએ કહી મહિલાને તમાચો ઝીંકી દીધો

રાજકોટમાં દાદાગીરી: 320 ક્વાર્ટરના બાપ છીએ કહી મહિલાને તમાચો ઝીંકી દીધો

Team Chabuk-Gujarat Desk: રંગીલા રાજકોટમાં બીલાડીના ટોપની માફક દાદાગીરી કરનારા અસમાજીક તત્વોનો શેરીએ શેરીએ રાફડો ફાટી નીકળ્યો છે. આ વખતે દાદાગીરી કરનારા બે ભાઈઓ છે. જેમણે એક મહિલાને તમાચો ઝીંકી દીધો છે. સણસણતો તમાચો ફટકારવાની ઘટના બન્યા બાદ, આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકેની નોકરી કરતા નરેશભાઈને ત્યાં જ રહેતા અરમાન અને અનમોલ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

નરેશભાઈ સમાજના પ્રશ્નોનું સમાધાન કરે છે. આવી જ એક સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેઓ અન્ય આગેવાનો સાથે પોતાના ઘરમાં બેઠા જમાવીને બેઠા હતા. એવામાં અનમોલ અને અરમાન નામેરી બંને ભાઈ ત્યાં આવી સમાજના આગેવાનો સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. ત્યાં સમાજના આગેવાન નરેશભાઈના પત્ની પણ હાજર હતા. જેમણે સમાજનું કામ હોય વાંધા વચકા કેમ કાઢો છો તેવું કહી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે આ મામલો આ બેઉં ભાઈઓના કારણે વધારે બગડ્યો. બંને ભાઈએ નરેશભાઈની પત્નીને અમે 320 ક્વાર્ટરના બાપ છીએ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટના હાથમાંથી સરકતી જોઈ, ઘર ઉપરથી અન્ય આગેવાનો પણ આવ્યા હતા, જોકે ત્યાં સુધીમાં બંને ભાઈઓ ભાગી ચૂક્યા હતા. હાલ આ બંને ભાઈઓની વિરદ્ધ નરેશભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments