Homeગુર્જર નગરીતાપીમાં કૂદેલા પ્રેમીપંખીડાઓમાંથી પ્રેમીનો મૃતદેહ પાંચ દિવસ બાદ હાથ લાગ્યો

તાપીમાં કૂદેલા પ્રેમીપંખીડાઓમાંથી પ્રેમીનો મૃતદેહ પાંચ દિવસ બાદ હાથ લાગ્યો

Team Chabuk-Gujarat Desk: સમાજ અને પરિવાર એક નહીં થવા દે તેવી સ્થિતિ પ્રેમી અને પ્રેમીકાના સંબંધની વચ્ચે કાંટાની જેમ પાંગરી ઉઠે છે ત્યારે તેનું ભવિષ્ય ખૂબ જ ખતરનાક હોય છે. આવું જ થયું સુરતમાં રહેતા પ્રેમી જોડલાની સાથે તારીખ 22નાં રોજ. આ બંનેએ કુંકરમુંડા ગામની સીમમાં આવેલી તાપી નદીમાં આપઘાત કર્યો હતો અને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. બેઉંના મૃતદેહ શોધવા માટે ખૂબ જહેમત ઉઠાવવી પડી હતી. આખરે પ્રેમિકાનો મૃતદેહ મળ્યો પણ પ્રેમીનો મૃતદેહ પાંચ દિવસે અને એ પણ પ્રેમિકાના મૃતદેહથી 35 કિલોમીટર દૂર મળી આવ્યો હતો.

આ દુખદાયી ઘટના જેમની સાથે બની તેઓ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહીર ગામના રહેવાસી ગુરુદત્ત અને તનશ્રી છે. જેઓ એક જ ગામના હતા. બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમની કુંપણો ફૂટવા લાગી હતી. જોકે અંદરખાને એક ભય સતાવતો હતો કે સમાજ શું વિચારશે? સમાજ શું કહેશે? જેથી નક્કી કરી બંને ઘરેથી ભાગી ગયા હતા. પણ ભાગી ગયા બાદ તેમને આ વાતનો વિપુલ પસ્તાવો થયો હતો. આ માટે બંનેએ આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું.

ઘરેથી ભાગી ગયા તે વાતને સાત દિવસનો વખત વિતી ગયો હતો. આખરે તેઓ આત્મહત્યા કરવા માટે તારીખ 22 જુલાઈના રોજ કુંકરમુંડા ગામની સીમમાંથી બે કાંઠે વહેતી તાપીની પાસે ગયા. નદીના પુલ પાસે બાઈક મૂકી અને બાદમાં મોતની છલાંગ લગાવી દીધી. પોલીસને આ વાતની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તરવૈયાઓની મદદથી પ્રેમીપંખીડાને શોધવાની કવાયતમાં લાગી ગઈ હતી.

પહેલા દિવસે તો પોલીસ કે તરવૈયાઓને અતો પત્તો લાગ્યો નહોતો. બીજા દિવસે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે યુવક પાણીમાં દૂર તણાઈ ગયો હોવાનું તારણમાં લાગતું હતું. સ્થાનિક તરવૈયાઓની સાથે વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગના તરવૈયાઓની પણ સહાયતા લેવામાં આવી હતી. આખરે પાંચ દિવસ બાદ ઉચ્છલ તાલુકાના જુન સયાજી ગામની સીમમાં તાપી નદીના ફુગારાના પાણીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યાંથી યુવતીનો મૃતદેહ મળ્યો તેની બરાબર 35 કિલોમીટર દૂર.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments