Team Chabuk-Gujat Desk: સાબરકાંઠાના વિજયનગરની એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. વિજયનગરમાં ભારે વરસાદને પગલે હાથમતી નદી ગાંડીતૂર બની હતી. આ જ સમયે નદીમાં એક સળગતી ચિતા તણાઈ હતી. નદી નજીક એક સ્માશન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીનું જળસ્તર વધવા લાગ્યું હતું.
પાણીનો પ્રવાહ વધતા તમામ ડાઘૂ જીવ બચાવીને ઉપર આવી ગયા હતા જો કે, બીજી તરફ સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ શકી ન હતી. કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં પાણીમાં ચિતાના સળગતા લાકડા જોઈ શકાય છે.
વિજયનગરના પરવઠ ગામ નજીક મંગળવારે સાંજે ગામના 90 વર્ષીય નિવૃત આચાર્ય નાનજી સાજા ડામોરનું જે પરવઠ પ્રાથમિક શાળામાં આચાર્ય હતા ત્યાર બાદ નિવૃત થયા હતા. તેમનું મૃત્યુ સોમવારે સાંજે 4 વાગે થયું હતું. તેમનો દીકરો કલોલ નજીક ખાનગી સ્થળે નોકરી કરતો હોવાથી તે સોમવારની મોડી રાત્રે આવી પહોચ્યો હતો.
મંગળવારે બપોરે 11.30 વાગ્યે આચાર્યની અંતિમયાત્રા નીકળી હતી. ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે અંતિમસંસ્કાર કર્યા હતા. ચિતાને અગ્નિદાહ આપ્યો જ હતો ને અચાનક નદીના ધસમસતા વહેણ સ્માશનગૃહમાં ઘુસી ગયા હતા. આ વહેણમાં સળગતી ચિતા તણાઈ ગઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
