Team Chaubuk-International Desk: ઈઝરાયલી જાસૂસી સોફ્ટવેર પેગાસસ હાલ ચર્ચામાં છે. નેતાઓ અને પત્રકારોની જાસૂસીના આરોપ બાદ પેગાસસ (pegasus) વિશે લોકો ઈન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. આ સોફ્ટવેર એટલું ખતરનાક છે કે, સામાન્ય વોટ્સએપ કોલથી પણ લોકોના મોબાઈલમાં પહોંચી શકે છે. જે વ્યક્તિને કોલ કરવામાં આવ્યો છે તે જવાબ આપે કે ન આપે પરંતુ તેના ફોનમાં સોફ્ટવેર પહોંચી જશે. ત્યારબાદ સોફ્ટવેર ફોનમાં અલગ અલગ લૉગ એન્ટ્રીને ડિલીટ કરી દે છે જેથી તેની હાજરીની યુઝર્સને ખબર ન પડે.
NSOએ પેગાસસને વિકસિત કર્યું
ઈઝરાયેલી કંપની NSOએ પેગાસસને વિકસિત કર્યા બાદ અલગ-અલગ દેશોની સરકારને આ સોફ્ટવેર વેચવાનું શરૂ કર્યું. 2013માં વાર્ષિક 4 કરોડ રૂપિયા કમાનારી કંપનીની આવક 2015 સુધીમાં ચાર ગણી વધી ગઈ અને આવક 15.5 કરોડ ડોલર થઈ ગઈ. સોફ્ટવેરને બહું મોંઘો માનવામાં આવે છે જેથી સામાન્ય સંગઠન અને સંસ્થાઓ તેને ખરીદી નથી શકતી.
પેગાસસ અને ફેસબુકની લડાઈ
2016માં પહેલીવાર અરબ દેશોમાં કામ કરનારા કાર્યકર્તાઓના આઈફોનમાં તેનો ઉપયોગ સામે આવ્યો હતો. બચાવ માટે એપલે તાત્કાલિક IoS અપડેટ કરી સુરક્ષા ખામીઓ દૂર કરી હતી. એક વર્ષ બાદ એન્ડ્રોઈડમાં પેગાસસ દ્વારા જાસૂસીના મામલા સામે આવ્યા. 2019માં ફેસબુકના સુરક્ષા વિશેષજ્ઞોએ પેગાસસને એક મોટું જોખમ ગણાવી કેસ નોંધાવ્યો. આ દરમિયાન વોટ્સએપે ભારતમાં કેટલાય કાર્યકર્તાઓ અને પત્રકારોના ફોનમાં આ સોફ્ટવેરના ઉપપયોગનો ખુલાસો પણ કર્યો હતો.
કેવી રીતે કામ કરે છે શોફ્ટવેર ?
- આ સોફ્ટવેર મેસેજ વાંચી શકે છે અને ફોન કોલ ટ્રેક કરે છે. અલગ-અલગ એપ્લીકેશન અને તેમાં ઉપયોગમાં લેવાયેલી માહિતી ચોરી લે છે.
- લોકેશન ડેટા, વીડિયો કેમારાનો ઉપયોગ અને ફોન સાથે ઉપયોગમાં લેવાયેલા માઈક્રોફોનથી અવાજ રેકોર્ડ કરે છે.
- એનન્ટીવાયરસ બનાવનારી કંપની કૈસ્પરસ્કી અનુસાર પેગાસસ SMS, બ્રાઉઝિંગ હિસ્ટ્રી, કોન્ટેક્ટ અને ઈ-મેલ તો જોઈ જ શકે છે ઉપરાંત ફોનના સ્ક્રીનશૉટ પણ લઈ શકે છે.
- આ સોફ્ટવેર માહિતીને લીક કરી જાસૂસી કરે છે. જો ખોટા ફોનમાં આ સોફ્યવેર ઈન્સટોલ તઈ જાય તો પોતાને જ ખતમ કરવાની ક્ષમતા પણ તેનામાં છે.
- આ સોફ્ટવેરને સ્માર્ટ સ્પાઈવેર પણ કહેવામાં આવે છે કારણ કે સ્થિતિ મુજબ આ સોફ્ટવેર જાસૂસીના નવી રીતો અપનાવી લે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત