Homeગામનાં ચોરેપેગાસસ સ્પાઈવેર દ્વારા ભારતમાં જાસૂસી: આ સંસ્થાના પત્રકારોનો ફોન ટેપ કર્યાનો દાવો

પેગાસસ સ્પાઈવેર દ્વારા ભારતમાં જાસૂસી: આ સંસ્થાના પત્રકારોનો ફોન ટેપ કર્યાનો દાવો

Team Chabuk-National Desk: ધ વોશિંગ્ટન પોસ્ટે વિશ્વભરના 16 અન્ય મીડિયા સહયોગીઓની સાથે મળીને ધ પેગાસસ પ્રોજેક્ટ નામની તપાસ રિપોર્ટ સામે રાખી છે. આ તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ખાનગી ઈઝરાયલી સોફ્ટવેર પેગાસસનો ઉપયોગ ફોન ટેપ કરવા માટે કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વભરના 37 સ્માર્ટફોન હેક કરવાની સફળતા મળી છે. આ સ્માર્ટફોન ખ્યાતિપ્રાપ્ત પત્રકાર, માનવાધિકાર કાર્યકર્તા, વેપારી અધિકારી અને બે એવી મહિલાઓનો સમાવેશ થાય છે, જે સાઉદી અરબના પત્રકાર જમાલ ખસોગીની હત્યા સાથે સંકળાયેલી હતી.

50 હજારથી વધારે નંબર

આ મિલિટ્રી ગ્રેડ સ્પાઈવેરને આતંકીઓ અને અપરાધિઓને ટ્રેક કરવા માટે લાઈસન્સ મળેલું છે. જોકે તેની સાથે 37 સ્માર્ટફોનને ખૂબ જ સફળતાપૂર્વક હેક કરવામાં આવ્યું. લિસ્ટમાં પચાસ હજારથી વધારે ફોન નંબર હતા. તપાસમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જે દેશને પોતાના નાગરિકોની જાસૂસી માટે જાણવામાં આવે છે, એ ઈઝરાયલી કંપની એનએસઓ ગ્રુપના ગ્રાહક પણ હતા. એનએસઓ ગ્રુપ દુનિયાની સ્પાઈવેર ઉદ્યોગની વિશ્વભરમાં લીડર છે.

300 લોકોની જાસૂસી

ન્યૂઝ વેબસાઈટ ધ વાયરના જણાવ્યા અનુસાર ભારતમાં 300 લોકોની જાસૂસી થઈ છે. જાસૂસી પેગાસસના સ્પાઈવેર દ્વારા કરવામાં આવી છે. જેમાં 40 પત્રકારોનો પણ સમાવેશ થાય છે. જેમનો ફોન હેક કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં મંત્રીથી લઈને, વિપક્ષના નેતા, પત્રકાર, લીગલ કમ્યુનિટી, વેપારી, સરકારી ઓફિસર, વૈજ્ઞાનિક અને એક્ટિવિસ્ટ પણ સામેલ છે. દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો પર ફોન દ્વારા નજર રાખવામાં આવી હતી. જોકે બીજી બાજુ કેન્દ્ર સરકારે આ રિપોર્ટનું ખંડન કરી દીધું છે.

કઈ સંસ્થાના પત્રકારો ?

આ તપાસ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પેગાસસ સ્પાઈવેર દ્વારા ઈન્ડિયન એક્સપ્રેસ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ન્યૂઝ-18, ઈન્ડિયા ટૂડે, ધ હિન્દુ, ધ વાયર અને ધ પાયનિયર જેવા મીડિયા જૂથ સાથે સંકળાયેલા પત્રકારોને નિશાને લેવામાં આવ્યા હતા. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે એક ભારતીય એજન્સીએ વર્ષ 2017થી લઈને 2019ની વચ્ચે આ સંસ્થાઓ પર કામ કરનારા પત્રકારો પર જાસૂસી માટે ફોન ટેપ કરવામાં આવ્યા હતા.

સરકારે શું કહ્યું ?

ભારત સરકારે આ વિષય અંતર્ગત કહ્યું છે કે, સરકાર પર કેટલાક લોકોની જાસૂસીનો જે આરોપ લગાવવામાં આવ્યો છે તે પાયાવિહોણો છે. તેનો કોઈ મજબૂત આધાર નથી કે ન તો તેમાં સત્યતા દેખાઈ રહી છે. સરકારે પોતાના જવાબમાં સાફ કહ્યું છે કે, પ્રકાશિત થયેલી રિપોર્ટ નકલી છે અને પૂર્વાગ્રહમાં આવીને તથ્યહીન રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવી છે. સરકારે ગાર્જિયનના પ્રકાશિત થયેલા તમામ દાવાઓનું ખંડન કર્યું છે.

આ મામલે સવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર આડકતરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, અમને ખબર છે કે, તેઓ શું વાંચી રહ્યા છે, જે પણ તમારા ફોનમાં છે. આ મામલે આજે શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં પણ બઘડાટી બોલવાની સંભાવના છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments