Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના કુલ 4 હજાર 213 કેસ નોંધાયા છે. જ્યારે એક દિવસમાં 1 દર્દીએ દમ તોડ્યો છે. તો બીજી તરફ એક દિવસમાં 860 દર્દી સાજા થયા છે. રાજ્યમાં સૌથી વધુ 1 હજાર 862 કેસ અમદાવાદમાં નોંધાયા છે. તો સુરતમાં પણ એક જ દિવસમાં કોરોનાના કુલ 1 હજાર 193, કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરામાં 116 , રાજકોટમાં 224 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક દિવસમાં ઓમિક્રૉનનો એક પણ કેસ નોંધાયો નથી.
રાજ્યમાં વધુ 4 હજાર 213 કેસ નોંધાતા એક્ટીવ કેસનો આંકડો વધીને 14 હજાર 346 પર પહોંચી ગયો છે. 14 હજાર 346માંથી કુલ 29 દર્દી વેન્ટીલેટર પર છે અને 14 હજાર 14 હજાર 317 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં રસીકરણ અભિયાનને સરકારે વધુ વેગ આપ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કુલ 5 લાખ 1 હજાર 409 વ્યક્તિને રસી આપવામાં આવી છે. એક જ દિવસમાં 15થી 18 વર્ષના કુલ 2 લાખ 65 હજાર 433 બાળકો અને યુવાનોને વેક્સિન આપવામાં આવી છે.



તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત