Homeગુર્જર નગરીઅહો આશ્ચર્યમ: ગુજરાતની આ જગ્યાએ બકરીને વૃદ્ધ જેવું મોઢું ધરાવતું બચ્ચું જન્મ્યું,...

અહો આશ્ચર્યમ: ગુજરાતની આ જગ્યાએ બકરીને વૃદ્ધ જેવું મોઢું ધરાવતું બચ્ચું જન્મ્યું, બાળકની જેમ રડ્યું પણ ખરું

Team Chabuk-Gujarat Desk: સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે એક બકરીના જન્મેલા બચ્ચાએ હેરાની જગાવી છે. જોકે બધા એ બકરીના બચ્ચાને નીરખી શકે તે પહેલા જ તેણે જીવનલીલા સંકેલી લીધી હતી. તાપી નદીના કિનારે આવેલી સેલટીપાડા ગામે પશુપાલનનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતા અજીતભાઈ વસાવાને ત્યાં આ વિચિત્ર અને કૌતુક જગાવતી ઘટના બની છે.

તેમને ત્યાં એક બકરી ગર્ભવતી હતી. બાદમાં એ બકરીએ જ્યારે બચ્ચાને જન્મ આપ્યો તો અજીતભાઈ સહિતના લોકોની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ હતી. આ બકરીનું બચ્ચું કોઈ જગ્યાએથી બકરીના બચ્ચા જેવું લાગતું જ ન હોતું. તેનું કપાળ, તેનું નાક અને તેના હોઠ અદ્દલ મનુષ્યની માફક લાગી રહ્યા હતા. આ સ્થિતિમાં વધારે આશ્ચર્યની અવધિ ત્યારે થઈ જ્યારે ખ્યાલ આવ્યો કે બચ્ચાને તો પૂંછડી પણ નથી.

ત્યાં હાજર અન્ય એક પ્રત્યક્ષદર્શી વિલાસભાઈએ જણાવ્યું હતું કે, એ બચ્ચાનો જન્મ થયો ત્યારે બાળકની જેમ રડી રહ્યું હતું. આ બચ્ચામાં બકરી જેવી લાગતી વસ્તુઓ માત્ર તેના કાન અને ચાર પગ જ હતા બાકી અદ્દલ મનુષ્યની માફક લાગી રહ્યું હતું.

બચ્ચાને ધ્યાનથી નિરખ્યા બાદ જોયું તો તે દસ મિનિટનું ક્ષણિક આયુષ્ય ભોગવી મૃત્યુ પામ્યું હતું. આ બાદ કોઈ પૂર્વજે જન્મ લીધાની માન્યતા સાથે આસપાસના લોકોએ તેની સન્માન પૂર્વક દફનવિધિ કરી હતી. હાલ સમગ્ર સેલટીપાટામાં બનેલી અને કૂતુહલ સર્જી નાખનારી આ ઘટનાએ લોકોને વિસ્મિત કરી દીધા છે.

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments