Team Chabuk-Gujarat Desk: ગુજરાતના અમદાવાદ ખાતે પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને એક મહિલા પોલીસકર્મીની ઈશ્કિયાંએ હેડલાઈન બનાવી છે. આ અંગે ACPને સમગ્ર ઈશ્કિયાં પ્રકરણની ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી. પૂરતી તપાસ કરવામાં આવ્યા બાદમાં ઝોન7નાં ડીસીપી પ્રેમસુખ ડેલુએ કડક પગલાં લેતા પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા હતા. આ અંગે એવી એવી વાત પણ સામે આવી છે કે પીએસઆઈ મહિલા પોલીસકર્મીને લઈ હોટલમાં પણ ગયા હતા.
જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે કોઈ બોલિવુડની કોમેડી ફિલ્મ હોય તે રીતના ભાગમભાગના દૃર્શ્યો સર્જાયા હતા. જેમાં હોટલનો સ્ટાફ પણ મૌજીલા પીએસઆઈના બચાવ પક્ષ તરીકે કામ કરતો હતો, કારણ કે હોટલમાં જ્યારે મહિલા પોલીસકર્મીનો પતિ દાખલ થયો ત્યારે સ્ટાફે જ તેમને અટકાવ્યા હતા અને અંદર નહોતા જવા દીધા.
હોટલના સ્ટાફે તેમને રોકી રાખ્યા એટલી વારમાં તો લિફ્ટ મારફતે મહિલા પોલીસકર્મી અને પીએસઆઈ બેઝમેન્ટમાં ચાલ્યા ગયા હતા. જ્યાં હાંફળા ફાંફડા થયેલા મૌજીલા પીએસઆઈએ મહિલા પોલીસકર્મીને ગાડીની ડિક્કીમાં છુપાવી દીધી હતી.
જે પછી આ વાત સીધી ડીસીપી સુધી પહોંચી ગઈ. ડીસીપી પ્રેમસુખ ડેલુએ આ લવેરિયા પ્રકરણની તપાસના આદેશ આપ્યા હતા. આ માટે એસીપી સહિતના અધિકારીઓએ હોટલની તપાસ કરી હતી અને સીસીટીવી સુદ્ધાં ફંફોસ્યા હતા. બાદમાં મહિલા પોલીસકર્મીનું નિવેદન લઈ પીએસઆઈને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત