Team Chabuk-Gujarat Desk: સુરત શહેરની સિવિલ હોસ્પિટલમાં જે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું તેના પગને ટબ્બા જેવડા ઉંદરોએ કોતરી ખાતા પરિવારજનો સહિત તબીબો અને પોસ્ટમોર્ટમ કરનારો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો છે. આ મૃતદેહ એક 60 વર્ષીય મહિલાનો છે. લક્ષ્મીબહેન નામના આ મહિલા મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હતા. ઘરમાં તેઓ પડી ગયા હતા જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન લક્ષ્મીબહેનનું મંગળવારની રાત્રે નિધન થયું હતું. લક્ષ્મીબહેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં રાત્રિ દરમ્યાન ક્યાંકથી ઉંદરો આવી ચડ્યા હતા અને તેમનો પગ કોતરી નાખ્યો હતો.
જોકે આ અંગે પોસ્ટમોર્ટમ કરનારા કર્મચારીઓએ છુપાયેલી પોતાની સમસ્યા પણ સામે રાખી હતી. આ પોસ્ટમોર્ટમ રૂમમાં મહાકાય ઉંદરોનો ત્રાસ છે. સાથે સાથે માખીઓનો ત્રાસ પણ છે. આ બંનેના ત્રાસની વચ્ચે પીસાયને ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવું પડે છે. ઉંદરની સમસ્યા છેલ્લા કેટલાય વખતથી હોય તેનો કોઈ કાળે નિકાલ નથી કરવામાં આવી રહ્યો. આ તમામ વાતો સ્ટાફ તરફથી સામે આવી હતી.
ઉંદરૉ દ્વારા મૃતદેહના કોઈ ભાગને કોરી ખાવાની ક્રિયા પર સિવિલનું ઉચ્ચ પ્રશાસન કહી રહ્યું છે કે, ધ્યાન પર આવ્યું છે, સમસ્યાનો ઉપાય શોધવામાં આવશે. સુરત સિવિલ હોસ્પિટલમાં આ પહેલી વખત નથી. અગાઉ પણ કેટલીય સમસ્યાઓ દરદીઓને ભોગવવી પડી છે. કોઈ વખત પોસ્ટમોર્ટમ રૂમમાં ઉંદર સહિત કૂતરા પણ ઘુસી ગયાના બનાવો બન્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત